Friday, September 18, 2026

ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર કરાયું બે રાઉન્ડ ફાયરિંગ, ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. આ ફાયરિંગ પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે જેની હાલ સારવાર ચાલી રહી છે. આ અંગે આરોપીઓને ઝડપી પાડવા સોલા પોલીસે કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ચાણક્યપુરીના ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું છે. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને સમાધાન પણ થયું હતું.

જોકે, મોન્ટુ દેસાઈના મનમાં આ વાતનો રોષ યથાવત હતો. જ્યારે મોન્ટુ અને યુવક બંને ચાણક્યપુરી વિસ્તારમાં ભેગા થયા, ત્યારે તેમની વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી. ઉગ્ર બનેલા મોન્ટુ દેસાઈએ પોતાની પાસે રાખેલી રિવોલ્વર કાઢી યુવક પર ફાયરિંગ કર્યું હતું. મોન્ટુએ યુવકના પગમાં ગોળી મારતા યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.

ગોળી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોન્ટુ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ફરાર મોન્ટુ દેસાઈની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...