Friday, September 18, 2026

AMCની સ્વચ્છતાને લઈને મોટી પહેલ : હવે માત્ર એક ફોન કોલ પર તંત્ર ઘરે આવી લઈ જશે બાંધકામનો કચરો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક કે વ્યાવસાયિક એકમોમાં થતી રિપેરિંગ, રિનોવેશન, મરામત અથવા નવા બાંધકામ દરમિયાન ઊભો થતો માટી-પુરણી તથા બિલ્ડિંગ ડેબ્રિજનો હવે યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવામાં આવશે. નાગરિકો માત્ર એક ફોન કોલ દ્વારા પોતાના વિસ્તારના ઝોન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી કચરો ઉઠાવવાની સેવા મેળવી શકશે.

નાગરિકો દ્વારા તેમના મકાનોનું રિપેરિંગ, રિનોવેશન, મરામત કે નવા બાંધકામ વગેરે કારણસર ઉત્પન્ન થતા માટી-પુરણી, બિલ્ડિંગ ડેબ્રિજ વગેરે જાહેર માર્ગો/સ્થળ કે અન્ય કોઈપણ જગ્યાએ નિકાલ ન કરતા શહેરનાં 07 ઝોનમાં નક્કી કરવામાં આવેલા કુલ 25 જેટલા પ્લોટો, લોકેશન, જગ્યાઓ પર નાગરિકો પોતાનાં સ્વખર્ચે નિકાલ કરી શકશે. જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.

જો નાગરિકો પોતાના ઘરેથી કચરો ઉઠાવવા માંગતા હોય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ નજીવી ફી લઈને આ સેવા પૂરી પાડશે. આ માટે સવારે 08:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી નીચે મુજબના ઝોન વાઈઝ નંબર પર સંપર્ક કરી શકાશે:

મધ્ય ઝોન: 6357516301
ઉત્તર ઝોન: 6357516302
દક્ષિણ ઝોન: 6357516303
પૂર્વ ઝોન: 6357516304
પશ્ચિમ ઝોન: 6357516305
ઉત્તર-પશ્ચિમ ઝોન: 6357516306
દક્ષિણ-પશ્ચિમ ઝોન: 6357516307

શહેરની એર ક્વોલિટી સુધારવા માટે AMCએ આધુનિક કલેક્શન સેન્ટરો તૈયાર કર્યા છે. આ સેન્ટરોમાં ‘મિસ્ટ સિસ્ટમ’ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી કચરો ઠાલવતી વખતે ધૂળ અને રજકણો હવામાં ન ઉડે. આ વૈજ્ઞાનિક અભિગમથી પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે.

જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ કે બિન-નિર્ધારિત સ્થળોએ C&D વેસ્ટ ફેંકનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. AMC દ્વારા ખાસ ‘સ્વચ્છતા સ્ક્વોડ’ની રચના કરવામાં આવી છે જે સતત ચેકિંગ કરશે. જો કોઈ ગેરકાયદેસર રીતે ડેબ્રિજ ફેંકતા પકડાશે, તો તેમની પાસેથી ભારે પેનલ્ટી વસૂલવામાં આવશે અને જરૂર જણાયે વાહન પણ જપ્ત કરવામાં આવશે. કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ વ્યવસ્થાનો લાભ લે અને અમદાવાદને સ્વચ્છ બનાવવામાં સહભાગી બને.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...