Wednesday, July 22, 2026

અમદાવાદના રસ્તાઓ પર દોડશે વધુ 1000 ઇલેક્ટ્રિક બસો; AMTS અને BRTSના કાફલામાં થશે મોટો વધારો

spot_img
Share

અમદાવાદ : ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના નાગરિકો અને રમતગમત મહોત્સવ દરમિયાન આવનારા મહેમાનોની સુવિધા માટે AMC દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારની ‘PM ઈ-ડ્રાઈવ’ યોજના હેઠળ પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે AMC દ્વારા પ્રથમ તબક્કામાં 1000 નવી ઈ-બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો અનુભવ કરાવશે.વર્ષ 2027 સુધીમાં અમદાવાદના રસ્તાઓ પર કુલ 1960 નવી ઈલેક્ટ્રિક બસો ઉમેરાશે, જે શહેરના જાહેર પરિવહનનો ચહેરો બદલી નાખશે.

શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને મુસાફરોને અત્યાધુનિક સુવિધા આપવા માટે AMC દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસોના ઓર્ડર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 561 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો (AMTS માટે 311 અને BRTS માટે 250). આ બસો 2026 સુધીમાં સેવામાં કાર્યરત થશે. આ કાર્યક્રમ હેઠળ 1000 નવી ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. જ્યારે 660 બસો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને અન્ય 300 બસો માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

અમદાવાદ શહેરની પરિવહન ક્ષમતામાં ધરખમ વધારો કરવાના લક્ષ્યાંક સાથે, વર્ષ 2027 સુધીમાં કુલ 1960 નવી બસો રોડ પર દોડતી કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સમયે ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ખેલાડીઓ તેમજ દર્શકોને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...