Saturday, February 7, 2026

સુભાસબ્રીજ સર્કલ પાસેની આ હોટલમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત 2 યુવતીઓ સહિત સાત નબીરા ઝડપાયા

spot_img
Share

અમદાવાદ: શહેરના રાણીપ પોલીસ સ્ટેશન હદમાં આવેલ સુભાસબ્રીજ સર્કલ પાસેની હોટલમાંથી દારૂની મહેફિલ માણતા 5 નબીરા ઝડપાયા છે. આ દારૂની મહેફિલમાં 2 યુવતી સહિત કુલ 7 લોકો સામેલ હતા. તમને જણાવી દઈએ કે, રાણીપની મેટ્રોપોલ હોટલમાંથી આ દારૂની મહેફિલ ઝડપાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ હાથ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આરોપીઓ શહેરના સુભાસબ્રીજ સર્કલ પાસે આવેલ મેટ્રોપોલ હોટલના રૂમમાં દારૂ મહેફિલ માણી રહ્યા હતા. આ ઘટનાની પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પોલીસે મેટ્રોપોલ હોટલની રૂમમાં દારૂના નશામાં ધૂત બે યુવતી સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા. જે બાદ રાણીપ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ મહેફિલમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારના લોકો ઝડપાયા હતા. પોલીસે તમામ લોકોને ઝડપી લીધા છે.

આ મહેફિલમાં સુનીલ આમપ્રકાશ રાજપુત (ઉમર વર્ષ 42, રહે. 25 રિધ્ધી રો હાઉસ, બાટવાળ દવાખાના પાસે નાના ચિલોડા, અમદાવાદ,), રવિ સુરેશભાઈ જગાસીયા (ઉમર 31, રહે, 54 વેદ બંગ્લોજ નવા નરોડા, અમદાવાદ), કિશોર પ્રાગજીભાઈ કોરડીયા ( ઉમર 36, રહે 101 રાધે રેશીડન્યી નાના ચીલોડા, અમદાવાદ,) હિતાંશુ રમેશકુમાર મિશ્રા ( ઉમર 31, રહે, દીલ્હી રેલવે ક્રોસીંગ ત્રીપુરાનગર જમ્મુ એ 111 વિક્ટોરીયા પોળ તથા પાશ્વનાથ ટાઉન શીપ, નવા નરોડા, અમદાવાદ,) સતીશ હરીભાઈ ચાવડા (ઉમર 30 વર્ષ, રહે. ડી/226 ઘંશ્યામ નગર, નોબલનગર, નવા નરોડા, અમદાવાદ) ઝડપાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...