Thursday, September 17, 2026

હર્ષ સંઘવીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા ! અફવાથી દૂર રહેવા ‘મિર્ચી ન્યુઝ’ની અપીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા. સાંજ પડતા જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ લોકોએ અફવામાં ન આવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. પેટ્રોલ પંપ પર કોઈ પણ પ્રકારની લાઈન ન લગાવો. લોકોએ ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી. જથ્થા અને સપ્લાય બાબતે રાજ્ય સરકાર દરરોજ રિવ્યું કરે છે. હાથ જોડીને વિનંતી કરૂ છું કે સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવો ખોટી અફવા ફેલાવનાર સામે પગલા ભરવામાં આવશે. તેમજ તમામ શહેરમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કાળા બજારીયાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ પેટ્રોલ ખુટવાની અફવા વચ્ચે પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પેટ્રોલ કંપનીઓ પાસે પુરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ કે ડીઝલ ઓછું વેચવાનો કોઈ આદેશ મળ્યો નથી. અમદાવાદમાં અત્યારે 210 પેટ્રોલ પંપ છે. માત્ર 2 કે 3 પેટ્રોલ પંપમાં પેટ્રોલ નથી. પેટ્રોલ-ડીઝલ ખુટવાની અફવાથી દૂર રહેવાની જરૂર છે. સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર લાઈન ન લગાવવા અપીલ કરી છે.

અમદાવાદમાં વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે. શહેરના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે. પેટ્રોલ-ડીઝલ ન મળવાની અફવા ફેલાતા લાંબી લાઈનો લાગી છે. શહેરમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાની અફવા ફેલાઈ રહી છે. ડ્રાઈવ ઈન રોડ પર પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા છે. પેટ્રોલ-ડીઝલ માટે અફવા ન ફેલાવવા MIrchiNews ની અપીલ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...