Thursday, September 17, 2026

ફ્લેટ કે નશાની દુકાન ? ડ્રગ્સ, ગાંજો, કોકેઈન, દારૂની બોટલ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા બોપલના વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે ANTF સ્કવોડે દરોડા પાડીને કોકેઇન,એમ.ડી ડ્રગ, હાઈબ્રીડ ગાંજો, દારુ, બિયરના ટીન અને ચાર મોંઘાદાટ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.18 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ફરાર ચાર આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોપલ ઘુમા રોડ પર આરોહી ક્લબ પાસે વીવીઆના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ફ્લેટમાંથી શંકાસ્પદ આરોપી પાસેથી ગેરકાયદે એમડી ડ્રગ્સનો 102.05 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.આ ઉપરાંત 46.64 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, 8.88 ગ્રામ કોકેઈન તથા વિદેશી દારૂની 6 નંગ બોટલ સહિત 24 નંગ બીયરના ટીન મળી આવ્યાં હતાં. પોલીસે તમામ માદક પદાર્થ સાથે આરોપી નિશાંત ભનુભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અંદાઝે 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી છે કે, આરોપી નિશાંત મનુભાઈ સોલંકી (42 વર્ષ) મુળ રાજકોટના કાલાવડ રોડ સ્થિત જ્યોતિનગરમાં રહેવાશી હોવાનું અને હાલમાં અમદાવાદના બોપલ સ્થિત વીવીઆના ફ્લેટ્સમાં B-1203 નંબરના મકાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત NDPSના ગુનામાં નહીં પકડાયેલા ઈસમોમાં રીક, સાંડ્રા, ઘોસ્ટ તેમજ પ્રોટહબીશનના ગુનામાં નહીં અજ્ય પટેલ નામના આરોપીઓનું નામ સામે આવ્યું છે.

આરોપી વિરૂધ્ધ NDPS એક્ટ 1985ની કલમ NDPS કલમ 8(C), 20(B)(ii)(A), 21(B), 22(C), 29 તથા પ્રોહિબીશન એક્ટની કલમ 65(AA), 116(B), 81 અંતર્ગત ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ બોપલ પોલીસ સ્ટેશન, અને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...