Thursday, September 17, 2026

સોલા પોલીસને મળી મોટી સફળતા, 23 બાઈક સાથે ત્રિપુટીને દબોચી, જાણો કેવી રીતે આ ગેંગ ચોરી કરતી હતી ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બ્રિજ નીચેથી બાઇક ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના બાંસવાડાની એક રીઢા ચોર ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી કુલ 23 ચોરાઉ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે. જેનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, DCP હર્ષદ પટેલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી ગોપાલ અને તેના સાગરીતો મુકેશ તથા ભરત ખૂબ જ ચાલાકીથી ચોરીને અંજામ આપતા હતા. તેઓ ખાસ કરીને એવા પાર્કિંગ સ્થળો પસંદ કરતા જ્યાં લોકો આખો દિવસ વાહન મૂકીને નોકરીએ જતા હોય. ગોપાલ પોતાની પાસે ડુપ્લીકેટ અને ઘસાયેલી ચાવીઓનો જથ્થો રાખતો. તે જૂના બાઈકને ટાર્ગેટ કરતો કારણ કે તેના લોક ઢીલા થઈ ગયા હોય છે, જે ઘસાયેલી ચાવીથી સરળતાથી ખુલી જતા હતા. ચોરી કર્યા બાદ આ બાઈકોને ભાડજ સર્કલ પાસે ઝાડી-ઝાંખરામાં છુપાવી દેતા હતા. જેથી કોઈની નજર ન પડે.

સોલા ભાગવત બ્રિજ નીચેથી સતત થતી ચોરીઓને રોકવા પોલીસે સીસીટીવી કેમેરાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાં રાજસ્થાનના ગોપાલની કડી મળી હતી. રિંગરોડ પર અદાણી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને પોલીસે ગોપાલને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. તેને ઝડપી લઇને પુછપરછ કરતા 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ સોલામાંથી 9, રામોલમાંથી 5, કૃષ્ણનગરમાંથી 1, ઓઢવમાંથી 1, નિકોલમાંથી 1, રીવરફ્રન્ટમાંથી 1 અને કઠલાલમાંથી 1બાઇક ચોરી કર્યું હતું. આરોપીની ધરપકડથી કુલ 19 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ ચોરી કરવા માટે નકલી ચાવીનો એક જુડો સાથે રાખતા હતા. જે બાદ હીરો કંપનીના સામાન્ય સ્પ્લેન્ડર બાઈકને જ ટાર્ગેટ કરીને તેમાં ચાવી નાખીને લોક ખોલી ચોરી કરતા હતાં. આરોપીઓ આ બાઇક ભેગા કરીને વેચવાના હતા પરંતુ તે પહેલા જ ધરપકડ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...