Thursday, September 17, 2026

વાડજમાં જાહેરમાં રોડ પર હથિયાર સાથે વીડિયો બનાવી ભય ફેલાવતા યુવકની શાન ઠેકાણે લાવતી પોલીસ, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વાડજમાં વિસ્તારમાં એક યુવકે હાથમાં હથિયાર લઈને રોડ પરથી પસાર થતાં લોકોને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જાહેર માર્ગ પર હથિયાર પ્રદર્શન કરીને ભયનું વાતાવરણ ઉભું કરનાર આ શખ્સની ઓળખ રાજ ઉર્ફે રાજા દંતાણી તરીકે થઈ છે. વીડિયો વાયરલ થતા જ હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

રિપોર્ટ મુજબ, બે દિવસ અગાઉ આરોપી રાજ ઉર્ફે રાજા દંતાણીએ વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે જાહેરમાં હથિયાર બતાવીને લોકોમાં ડર પેદા કરવાના અને પોતાની ધાક જમાવવાના આશયથી વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ફરતો થતા જ વાડજ પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેની અટકાયત કરી હતી.

આરોપીએ જે રીતે વીડિયો બનાવીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે પણ તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી દીધી છે. વાડજ પોલીસે આરોપી સામે ગુનો નોંધી હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસે પકડાયેલા આરોપીનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે હવે કાયદાના સકંજામાં જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં આરોપી હાથમાં ધારદાર હથિયાર લઈને જાહેરમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ધમકાવી રહ્યો હતો. “અહીંથી કોઈએ પસાર થવું નહીં, ચિકનની દુકાન સિવાયની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરી દો” તેમ કહીને લોકોને ધમકાવ્યા હતા. વીડિયોમાં દેખાતા ટપોરી છાપ શખસે જાહેરમાં હથિયાર કાઢી પોલીસ અને BRTS તંત્રને બેફામ ગાળો આપી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...