Sunday, April 26, 2026

લોકશાહીનું મહાપર્વ: નારણપુરામાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યું

spot_img
Share

અમદાવાદ : રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આકરી ગરમીની આગાહી વચ્ચે મતદારો વહેલી સવારે જ મતદાન કરવા પહોંચતા મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે.

રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા હતાં. હવે અમિત શાહ ફરી બંગાળ જવા માટે રવાના થશે. તેમણે આ દરમિયાન બંગાળ જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા.આ પ્રસંગે તેમણે કહ્યું કે, આપ સૌ પણ મતદાન અવશ્ય કરો તેવો આગ્રહભર્યો અનુરોધ કરું છું.

આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિકાસને આગળ વધારવા માટે મતદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી લોકોને સક્રિય ભાગ લેવા અપીલ કરી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...