Wednesday, July 22, 2026

અમદાવાદમાં આજે બે સ્થળોએ મતગણતરીને પગલે આ માર્ગો રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રસ્તા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આજે મંગળવારે 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીને લઈને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (નવરંગપુરા) અને ગુજરાત કોલેજ કેમ્પસ (એલિસબ્રિજ) વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારમાં કોલેજના મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો દાદા સાહેબના પગલાથી વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ થઈ અંધજન મંડળ અને પાંજરાપોળ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકશે. ગુજરાત કોલેજ વિસ્તારમાં ઇન્દર રેસિડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઈ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રીતે ટાઉનહોલ ચાર રસ્તાથી કલગી ચાર રસ્તા અથવા નગરી હોસ્પિટલથી સી.એન.આઈ.ચર્ચ સર્કલ તરફના માર્ગોનો ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામું 28 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી અમલમાં રહેશે. જોકે, ચૂંટણી ડ્યુટીમાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...