Wednesday, August 5, 2026

બિલ્ડરો સાવધાન ! મચ્છરોનું બ્રિડિંગ મળ્યું તો AMC કરશે સીધી કાર્યવાહી, 349ને નોટિસ, 16 બિલ્ડિંગ સાઇટ સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં ઘણા સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. જેના પરિણામ અમદાવદા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા બધા પ્રીમાઈસીસ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પાણી ભરાયા હોય તેવી 16 જેટલી સાઈટને સીલ કરવામાં આવી હતી. આટલું જ નહીં આગામી સમયમાં આ સાઈટની રજા ચિઠ્ઠી પણ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમોએ છેલ્લા બે દિવસમાં (3 અને 4 ઓગસ્ટ) 1,016 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર તપાસ હાથ ધરી હતી, જેમાંથી 211 સાઈટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલની નવી બાંધકામ સાઈટ તેમજ નવરંગપુરા સ્થિત ‘ઓસ્ટીન 5’ અને ‘આમ્રપાલી’ સહિતની 16 કન્સ્ટ્રક્શન સાઈટો પર મચ્છરોનો ભારે ઉપદ્રવ મળતાં તેને સીલ કરી દેવાઈ છે. આ સાઈટો પર કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવા માલિકો અને મેનેજરોને કડક સૂચના અપાઈ છે.

આ ગંભીર બેદરકારીના પરિણામે, AMC એ 16 બાંધકામ એકમોને સીલ કર્યા છે, જે દર્શાવે છે કે કોર્પોરેશન નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કેટલી ગંભીરતાથી કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, નિયમોના ભંગ બદલ કુલ ₹10.11 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આ દંડ રોકડામાં કે બેંક ટ્રાન્સફર દ્વારા વસૂલવામાં આવેલ વહીવટી ચાર્જ છે, જે મચ્છર નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાશે.

ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ખતરો વધી જાય છે. જુલાઈ મહિનાના આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં ડેન્ગ્યુના 60 અને મેલેરિયાના 38 કેસ નોંધાયા હતા. આ આંકડા ચિંતાજનક છે અને તેને નિયંત્રિત કરવા માટે AMC સક્રિય બની છે. રોગચાળો વધુ વકરે નહીં અને શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.

AMC એ બિલ્ડરો અને સાઇટ ઓપરેટરોને સ્થગિત પાણી દૂર કરવા અને આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવા તાકીદ કરી છે. આ કડક પગલાંનો હેતુ જાહેર સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને અમદાવાદને મચ્છરમુક્ત બનાવવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...