Friday, September 11, 2026

અમદાવાદમાં 25,000ની લાંચ લેતા 2 અધિકારીઓ ઝડપાયા, ACBની કાર્યવાહીથી લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરીમાં સ્ટેટ ટેક્ષ ઓફિસર અને રાજય વેરા નિરીક્ષક રૂ. 25 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાયા હતા.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં લાલદરવાજા બહુમાળી ભવન ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે વેપારી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગનાર 2 અધિકારીઓ ACBની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે, સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મન્સૂરી ફરિયાદીનું બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરી રહ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACBનો સંપર્ક કર્યો હતો, અને ACBની ટીમે સફળ છટકું ગોઠવી બંને ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડ્યા હતા.જેના કારણે સરકારી વિભાગોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

હાલમાં ACB દ્વારા પકડાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ તેમના અન્ય દસ્તાવેજો અને બેંક ખાતાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ભ્રષ્ટાચારના રેઢિયાળ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.ACBની કાર્યવાહીથી લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...