અમદાવાદ : અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું છે. ચાંદખેડાના CBD મોલ પાસેથી અપહરણ થયું છે. કિંજલ રબારી ચાંદખેડામાં આવેતા CBD મોલમાં ફિલ્મ જોવા આવી હતી. આ દરમિયાન કાળી ગાડીમાં આવેલા કેટલાક ઈસમો તેનું અપહરણ કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળ પર પહોંચી CCTVના આધારે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, લોકગાયિકા કિંજલ રબારી પતિ સાથે ચાંદખેડાના મોલમાં મૂવી જોવા ગઈ હતી. જે બાદ બે ગાડી આવી હતી, એક કારમાં કિંજલનું અપહરણ કરીને લઈ જવામાં આવી હોવાની કિંજલના પતિએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા ચાંદખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસ દ્વારા CBD મોલની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
બનાવની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે આસપાસના સીસીટીવી તપાસવા સાથે સઘન પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. સ્થાનિક સૂત્રો અને પોલીસ તપાસ મુજબ, કિંજલ રબારી બળજબરીપૂર્વક નહીં પરંતુ પોતે જ ગાડીમાં બેસીને ગયા હોવાનું સામે આવ્યું છે.
અપહરણના મૅસેજ બાદ પોલીસે જુદીજુદી ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કિંજલ રબારી કોની સાથે અને કયા કારણોસર ગાડીમાં ગયા છે. આ સમગ્ર મામલો કોઈ અંગત વિવાદનો છે કે પછી અન્ય કોઈ બાબત છે, તે દિશામાં ચાંદખેડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


