Wednesday, September 9, 2026

અમદાવાદમાં અકસ્માતમાં ખપાવતો ઓનર કિલિંગનો હચમચાવતો મામલો, પિતા-ભાઈએ આબરુ ગુમાવવાના ડરે કરી હત્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં પહેલા અકસ્માત ખપાવતો બાદમાં ઓનર કિલિંગનો હચમચાવતો મામલો સામે આવ્યો છે. પરિવારની આબરુ બચાવવાના નામે 22 વર્ષીય યુવતી સોફિયાની તેના પિતા અને ભાઈએ મળીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, સમગ્ર હત્યાને રોડ અકસ્માતમાં ખપાવી દેવા માટે પિતા-પુત્રએ કથિત રીતે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ ઘેલજીપુરા ચાર રસ્તાથી સમૃદ્ધ ડેરી પાસે જવાના રોડ પર ગત 12 ઓગસ્ટના રોજ સોફિયા તેના ભાઈ મોહમ્મદ હાબીલ ખાન સાથે મોટરસાયકલ પર જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં સોફિયાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે તેના ભાઈ મોહમ્મદ હાબીલને સામાન્ય ઇજા થઈ હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ બાબતો મળી આવી હતી. ઘટના સમયે વરસાદી વાતાવરણ હોવાથી CCTV ફૂટેજ ઝાંખા હતા. તેમ છતાં ફૂટેજમાં સોફિયા સાથે અન્ય બે લોકો દેખાયા હતા. બીજી તરફ, પરિવારજનોના નિવેદનમાં માત્ર સોફિયા અને તેનો ભાઈ જ મોટરસાયકલ પર હોવાની વાત સામે આવી હતી. આ વિસંગતતાને પગલે પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.

પોલીસે ત્યારબાદ કોલ ડિટેલ રેકોર્ડ (CDR), મોબાઇલ લોકેશન અને સમગ્ર રૂટના આધારે તપાસ આગળ ધપાવી હતી. કડક પૂછપરછ દરમિયાન સોફિયાનો ભાઈ મોહમ્મદ હાબીલ ખાન અને તેના પિતા મોહમ્મદ ફારુક ખાન ભાંગી પડ્યા હતા અને બંનેએ સોફિયાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસના PSI એમ.એમ સૈયદની ઝીણવટભરી તપાસને લીધે આ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય અગાઉ સોફિયાના કેટલાક વીડિયો અને WhatsApp ચેટ વાયરલ થયા હતા. આ મામલે સમાજમાં પરિવારની ઇજ્જત ખરાબ થવાની બીકે પિતા-પુત્રે સોફિયાને મોતને ઘાટ ઉતારવાનો કથિત પ્લાન બનાવ્યો હતો. પરિવારની અન્ય દીકરીઓની સગાઈમાં મુશ્કેલી ઊભી થવાની તેમજ હાબીલની 4 દીકરીઓના ભવિષ્યમાં લગ્ન સંબંધિત મુશ્કેલી થવાની પણ તેમને આશંકા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પિતા-પુત્ર ફેબ્રિકેશનનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને સોફિયાને મોટરસાયકલ પર બેસાડી ભાઈજીપુરા વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં તેની સાથે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાને અકસ્માતનો બનાવ દેખાડવા માટે સોફિયાને રસ્તા પર મૂકીને મોટરસાયકલ પણ અકસ્માતગ્રસ્ત થઈ હોય તેવો સીન ઊભો કર્યો હતો. આ ઘટનામાં હાબીલે પણ પોતાના હાથ પર સામાન્ય ઇજા કરી રસ્તા પર બેભાન હોવાનો દેખાવ કર્યો હતો. આ રીતે સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જોકે, એમ ડિવિઝન ટ્રાફિક પોલીસની સતર્કતા અને CCTV, CDR તથા મોબાઇલ લોકેશન સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા ઘટનાને લગતા વધુ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...