Thursday, September 10, 2026

અમદાવાદમાં 3 સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બની ધમકી, પોલીસ ટીમ અને બોંબ સ્કવોડે શરૂ કર્યું સર્ચ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ત્રણ જાણીતી સ્કૂલો-DPS બોપલ, ઉદગમ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલ—ને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. બીજી તરફ ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના ઈ-મેઈલ આઈડી પર પણ ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો સક્રિય થઈ ગઈ હતી.જો કે સુરક્ષાને લઈ ડોગ સ્ક્વોર્ડ અને પોલીસની તપાસ દરમિયાન વિધાનસભામાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ અને સમયસર શરૂ થઈ હતી.

અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. જે બાદ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. જો કે ત્યાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ તમામ સ્કૂલોને પોતાના ઈમેલ ચેક કરવા સૂચના આપી છે. જે શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હોય તેણે તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. સાથે જ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને પોલીસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ સ્કૂલોને જણાવાયું છે. ઝાયડસ સ્કૂલની બહાર બાળકોને લેવા પહોંચેલા વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. વાલી પિયુષ શાહના જણાવ્યા પ્રમાણે, શાળા તરફથી સવારે 11 વાગ્યે બાળકોને લઈ જવા માટે મેસેજ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનાની સંપૂર્ણ જાણકારી બાદમાં મળી હતી. બોમ્બની ધમકી જેવી ઘટના અગાઉ પણ બની હોવાના કારણે વાલીઓમાં સ્વાભાવિક રીતે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈમેલ પર એક ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને તમામ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો તેમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો સક્રિય થઈ ગઈ હતી. અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળેલી ધમકીઓ બાદ પોલીસ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધમકીભર્યા ઈમેલ પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ સ્થળોએ ચેકિંગ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...