Sunday, October 4, 2026

સાબરમતી નદી પર 480 મીટર લાંબા બુલેટ ટ્રેનના બ્રિજનું બાંધકામ પૂરું : નીચે રોડ, વચ્ચે મેટ્રો અને રેલવે અને ઉપર દોડશે બુલેટ ટ્રેન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બુલેટ ટ્રેનની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા વિશાળ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જે અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન તેમજ વર્તમાન મેટ્રો અને ફ્લાયઓવર જેવા માળખાઓ પરથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ સાથે પસાર થાય છે.

આ બ્રિજ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર, સાબરમતી નદી પર 480 મીટર લાંબા વિશાળ બ્રિજ આશરે 36 મીટર ઊંચો આ પુલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે (આશરે 118 ફૂટ) અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય માળખાકીય કાર્યોમાંનો એક છે. આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની નજીક આવેલો છે, જે જમીન સ્તરથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર છે.સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો આ પુલ સમગ્ર હાઇ-સ્પીડ રેલ કોરિડોરના મહત્વપૂર્ણ માળખાકીય કાર્યોમાંનો એક છે.

આ બ્રિજ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. તે સાબરમતી સ્ટેશનથી આશરે 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી આશરે 4 કિલોમીટરના અંતરે છે.મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું અલાઇનમેન્ટ અમદાવાદમાં અનેક વર્તમાન માળખાકીય સુવિધાઓ, જેમ કે ફ્લાયઓવર, બ્રિજ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોરને પાર કરે છે. હાલની માળખાકીય સુવિધાઓથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી બ્રિજના પિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે.

આ બ્રિજમાં 08 સર્ક્યુલર પિયર્સ છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટરની વચ્ચે છે. તેમાંથી 04 પિયર્સ નદીના પટમાં, 02 પિયર્સ નદીના બંને કિનારા પર—દરેક તરફ 01, જ્યારે 02 પિયર્સ નદીના કિનારાની બહાર આવેલા છે. પિયર્સની વ્યૂહાત્મક ગોઠવણીથી નદીના જળપ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળી છે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મોટા ભાગના નદી બ્રિજમાં આશરે 40 મીટરના નાના સ્પાન છે, જ્યારે સાબરમતી નદી બ્રિજમાં 50 થી 76 મીટર સુધીના લાંબા સ્પાન બનાવવામાં આવ્યા છે. આથી નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી છે.

આ બ્રિજમાં 76 મીટરના પાંચ સ્પાન અને 50 મીટરના બે સ્પાનનો સમાવેશ થાય છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ છે, જેનું કાસ્ટિંગ બાંધકામ સ્થળ પર જ ઇન-સિટુ કરવામાં આવ્યું છે. આ સેગમેન્ટના બાંધકામ માટે ઉચ્ચ સ્તરની પ્રિસિઝન એન્જિનિયરિંગ, કુશળ માનવબળ તેમજ દરેક તબક્કે ગુણવત્તાની ચકાસણી જરૂરી રહી છે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી બ્રિજ છે, જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદી બ્રિજમાંથી 18નું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...