Saturday, October 3, 2026

અમદાવાદમાં કાશ્મીર જેવું કોસમોસ ગાર્ડન 7 ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લું મુકાશે, ટિકિટના દર નક્કી કરાયા

spot_img
Share

અમદાવાદ : કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. ફ્લાવર વેલી ગાર્ડનની મજા માણવા લોકો ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકશે. ગાર્ડનમાં ફરવા માટેનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સુધીનો રાખવામાં આવ્યો છે. શહેરના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓએ આ ફ્લાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી હતી.

AMCના બગીચા વિભાગ દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક 21046 ચોરસ મીટરના પ્લોટમાં એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 7 ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. આ ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 10 ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ લોકો મેળવી શકશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે, જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે.

અમદાવાદ મ્યુનિ.ના બગીચા વિભાગના એક અધિકારીના કહેવા મુજબ 17 નવેમ્બર 2022ના રોજ આ ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિના 21046 ચોરસ મીટરના પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. 28 નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ તૈયાર થતો હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...