Wednesday, August 5, 2026

અમદાવાદ એરપોર્ટનો વધુ એક રેકોર્ડ : એક જ દિવસમાં 37,000થી વધુ મુસાફરોએ સીમલેસ સેવાનો લીધો લાભ

spot_img
Share

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. 12મી ફેબ્રુઆરી 2023ના રોજ SVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોની મુસાફરીનો રેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટે પર 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સેવા પૂરી પાડી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. SVPI એરપોર્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સાથે મુસાફરોને સીમલેસ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં SVPI એરપોર્ટ પર મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે અનેક માળખાકીય સુવિધાઓ અને સેવાઓમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક , ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર વૉકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓના કારણે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં સીમલેસ મુસાફરી કરી શકે છે.

તાજેતરમાં ટર્મિનલ ગેટથી ઝડપી પ્રવેશ માટે ડિજિટલ બારકોડ સ્કેનર્સ મૂકવામાં આવ્યા છે તથા વધારાના બેલ્ટ ધરાવતો વિશાળ અરાઇવલ હોલ, અપગ્રેડ Zચેક-ઇન સિસ્ટમ, SHA પૂર્વેનો વિસ્તાર, એક્સ-રે મશીનોમાં વધારો અને સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉમેરવામાં આવ્યા છે. વળી ડોમેસ્ટિક ટર્મિનલ પર બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરી તેની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં આવી છે. એટલું જ નહી, વધુ ક્ષમતા અને કાર્યક્ષમતા સાથે સુરક્ષા હોલ્ડ વિસ્તાર ટૂંક સમયમાં જ કાર્યરત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...