33.9 C
Gujarat
Friday, October 25, 2024

તાવ-શરદી-ઉધરસમાં ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ લેતા હો તો થઈ જાઓ સાવધાન

Share

અમદાવાદ : બેવડી ઋતુના કારણે તાપમાન અને હવામાનમાં ફેરફારને કારણે લોકોને તાવ, શરદી, ઉધરસ અને અન્ય સિઝનલ બીમારીઓ દર્દીઓનું પ્રમાણ વધી જાય છે.સાથે જ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખી જણાવ્યું છે કે, ચેપ સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસના અંતે જતો રહે છે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.તેમજ ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસને કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મોસમી શરદી અથવા ઉધરસ થવી સામાન્ય છે. મોટાભાગે તે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. લોકોને તાવની સાથે ઉપલા શ્વસન માર્ગમાં ચેપ લાગે છે. ત્યારે માત્ર લક્ષણોની સારવાર આપો, એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખી જણાવ્યું છે કે,એન્ટિબાયોટિક્સ સૂચવતા પહેલા ચેપ બેક્ટેરિયલ છે કે નહીં, તેનું નિદાન કરવું જરૂરી છે. વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવા અપીલ કરી છે.અત્યારે લોકો Azithromycin અને Amoxiclav વગેરે જેવા એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે. કેટલા ડોઝ લેવા તેની પરવા કર્યા વિના જ દવા લે છે અને સારું થતાં બંધ કરી દે છે, ત્યારે આ સ્થિતિને રોકવાની જરૂર છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles