અમદાવાદ : પોસ્ટ વિભાગ દ્વારા વધુ એક પહેલના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના વિસ્તારો માટે તેજ શહેરમાંથી બૂક કરવામાં આવેલા પાર્સલ માટે ‘same day delivery’ની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ એલિસબ્રિજ પીઓ, અમદાવાદ જીપીઓ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ અને ગાંધીનગર એચ.ઓ.થી બૂક કરવામાં આવેલા પાર્સલને તે જ દિવસે અમદાવાદ અને ગાંધીનગરના પસંદગીના શહેર વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. તે જ પ્રમાણે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસ અને સુરત હેડ પોસ્ટ ઓફિસ દ્વારા બૂક કરવામાં આવેલ પાર્સલને તે જ શહેર વિસ્તારમાં તે જ દિવસે ડિલિવરી કરવામાં આવશે.
પોસ્ટ વિભાગ દ્વારા ઇ-કોમર્સની જરૂરિયાતોને પહોંચી વળવા, ગ્રાહકોને મુશ્કેલી વિના પાર્સલ બુકિંગની સુવિધા પૂરી પાડવા માટે ડોર સ્ટેપ પાર્સલ બુકિંગ સર્વિસ માટે મોબાઇલ પાર્સલ બુકિંગ વાન અને ડેડિકેટેડ પાર્સલ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સેમ ડે ડિલિવરીની સેવા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ પોસ્ટ ઓફિસ બચત યોજનાઓની જાણકારી માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના વિસ્તારો માટે તેજ શહેરમાંથી બૂક કરવામાં આવેલા પાર્સલ માટે ‘same day delivery’ની સુવિધા મળી શકશે.