Thursday, July 23, 2026

અમદાવાદમાં આપઘાતના બે બનાવ, વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ, વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું

spot_img
Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં યુવતીના આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જે યુવતીએ આપઘાત કર્યો છે તે યુવતીનું નામ મહેશ્વરી ખાચર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેશ્વરી ખાચર ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. શહેરના શેલા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં આવેલી એક રહેણાંક સોસાયટીના 13મા માળેથી પટકાતા એક 49 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

પ્રથમ બનાવમાં ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં યુવતી અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે મૂળ બોટાદની વતની હોવાની માહિતી સામે આવી છે. શુક્રવારે 6 ફેબ્રુઆરીએ સાંજે લગભગ 4:15 વાગ્યાની આસપાસ યુવતીએ ગેસ્ટ હાઉસના રૂમની બારી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.વિદ્યાર્થીનીએ ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

બીજા બનાવમાં શેલા વિસ્તારમાં આવેલી ‘સન એટમોસ્ફિયર’ (Sun Atmosphere) સોસાયટીના ડી-બ્લોકમાં આ ઘટના બની હતી. મૃતકની ઓળખ નિલેશ બાબુલાલ મહેતા (ઉંમર 49 વર્ષ) તરીકે થઈ છે. આજે શુક્રવારે સાંજે તેઓ અચાનક 13મા માળેથી નીચે પટકાયા હતા. જોરદાર અવાજ આવતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

એક જ દિવસમાં અમદાવાદમાં આપઘાતના બે બનાવથી ચકચાર મચી જવા પામી છે. બંને બનાવમાં સ્થાનિક પોલીસે ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...