Friday, September 18, 2026

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, AMCના પ્લોટમાં રાખેલા 25 ટુ-વ્હીલર બળીને ખાખ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી) બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશનના ખુલ્લા પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનોમાં અંદાજે 25 જેટલી મોટરસાયકલો આ આગની ચપેટમાં આવી ગઈ હતી.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે. ખાડિયા પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડીટેઇન કરેલા અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલાના વાહનો મૂકી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે સાંજે અંદાજે 4:20 વાગ્યે ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં આગ લાગી હતી. આ જગ્યાએ વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ટુ-વ્હીલર (મુદ્દામાલ) રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગના જવાનો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને તેને વધુ ફેલાતી અટકાવી હતી.આ દુર્ઘટનામાં અંદાજે 25 જેટલા મોટરસાયકલોને નુકસાન થયું છે.

છેલ્લા અનેક મહિનાઓથી વાહનો કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડીટેઇન કરીને મૂકવામાં આવેલા હતા. જે વાહનોમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે, આ તમામ વાહનો પોલીસ તપાસ હેઠળના અને કોર્ટ મેટરના મુદ્દામાલ હોવાથી સરકારી મિલકતને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે તપાસના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...