Thursday, July 23, 2026

એસજી હાઈ વે અને કોબા-ગાંધીનગરને જોડતો નવો 80 મીટરનો લિંક રોડ બનશે

spot_img
Share

અમદાવાદ : રાજયની રાજધાની ગાંધીનગરના દક્ષિણ દિશા તરફના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે, મ્યુનિસિપલ કમિશનરે ભાઈજીપુરાથી અડાલજને જોડતો 80-મીટર રોડ વિકસાવવાની જાહેરાત કરી છે. આ નવો માળખાગત પ્રોજેક્ટ શહેરના બે મુખ્ય મુખ્ય માર્ગો એસજી હાઇવે અને કોબા થઈને પરંપરાગત અમદાવાદ-ગાંધીનગર માર્ગ વચ્ચે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી સાબિત થશે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ​​બજેટ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દક્ષિણ દિશા તરફના શહેરી વિકાસને વધુ વેગ આપવા માટે, પ્રસ્તાવિત 8 કિલોમીટર લાંબો રસ્તો અડાલજ ખાતેના એસજી હાઇવેથી ભાઈજીપુરા ક્રોસિંગ સુધી સીધો કોરિડોર બની રહેશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી સુધી કનેક્ટિવિટી વધશે.હાલમાં, એસજી હાઇવેથી ગિફ્ટ સિટી તરફ જતા મુસાફરો ઘણીવાર કુડાસણ અને આગળ શાહપુર પુલ તરફના રૂટ પર આધાર રાખે છે.

આ નવો પ્રસ્તાવિત 80-મીટર પહોળો રસ્તો – લગભગ છ થી આઠ લેનનો રહશે, જે એસજી હાઇવે અને ગિફ્ટ સિટિ વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટાડશે.મ્યુનિસિપલ કમિશનર ​​બજેટ પછીની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ ચૂક્યું છે. વહીવટી સ્તરે તમામ પ્રારંભિક તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની અપેક્ષા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...