Wednesday, March 11, 2026

જીવનની કરુણતા : 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ ગણતરીના કલાકોમાં જ અવસાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના ખાસ ચુકાદા બાદ દુ:ખદ બનાવ સામે આવ્યો છે. 20 રૂપિયાની લાંચના આરોપમાં ફસાયેલા તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલને ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ ચુકાદો મળ્યાના થોડા જ કલાકોમાં તેમનું કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વર્ષ 1997માં ACBએ સમગ્ર મામલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા વિશાલ જંકશન પાસે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા છટકું ગોઠવી રેડ પાડવામાં આવી હતી. તેમાં તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ પર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે વર્ષ 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠરાવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાને પડકારતા પોલીસકર્મીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેથી લાંબી કાનૂની લડત બાદ આખરે 22 વર્ષ પછી, એટલે કે આરોપ લાગ્યાના કુલ 28 વર્ષ બાદ, ગુજરાત હાઇકોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોનું મૂલ્યાંકન કરીને પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટના ચુકાદામાં પ્રોસિક્યુશન આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયું હોવાનું નોંધાયું હતું. જે નોંધીને જજે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.

ગઈકાલે હાઇકોર્ટે ચુકાદો આપતા જ તત્કાલીન પોલીસકર્મી ખૂબ ખુશ હતા. તેઓ પોતાના એડવોકેટ નીતિન ગાંધીની ઓફિસે પહોંચ્યા હતા અને આખા કેસ વિશે વાતચીત કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે 28 વર્ષ બાદ નિર્દોષ જાહેર કરેલા તત્કાલીન પોલીસકર્મીનું ચુકાદો આવ્યાના કલાકોમાં જ દુર્ભાગ્યવશ કુદરતી મોત નિપજ્યું છે. ત્યારે આ દુ:ખદ અવસાનથી મૃત પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષની લાગણી છવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...