અમદાવાદ : અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લીધી છે. આ લોકો બનાવટી દસ્તાવેજો બનાવીને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.પ્રાથમિક માહિતી એવી છે કે બનાવટી દસ્તાવેજોની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બનાવટી દસ્તાવેજ મામલે લગભગ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા 50 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ લોકો બનાવટી અને નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા હતા. ત્યારે હવે પોલીસે નકલી દસ્તાવેજ બનાવવાને લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે.
ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા પકડાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોના કેસો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 200 જેટલા શકમંદોની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં 50 જેટલા બાંગ્લાદેશીઓ નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે રહે છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને આ કેસની માહિતી મળી હતી. આ બાંગ્લાદેશી નાગરિકો નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહે છે. નકલી દસ્તાવેજો બનાવીને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.