અમદાવાદ : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના S.G હાઈવે પરથી અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરના S.G. હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. S.G હાઈવે પર YMCA ક્લબ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, S.G. હાઈવે પરથી અકસ્માતની ઘટના સામે આવી છે. YMCA ક્લબ પાસે વહેલી સવારે ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં લોખંડનાં પાઇપ ભરેલી ટ્રકની પાછળ ડમ્પર ઘૂસી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દુર્ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ડમ્પર રેતીથી ઓવરલોડ હતો. ડમ્પરના ડ્રાઈવર સાઈડનો સંપૂર્ણ ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી અને ડમ્પરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી પતરા કાપીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.