Tuesday, August 4, 2026

અમદાવાદમાં SRPનો જવાન ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો, કેમ રક્ષક બન્યો ભક્ષક ?

spot_img
Share

અમદાવાદ :સામાન્ય રીતે રીઢા ગુનેગારો ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. પરંતુ શહેરના નરોડા વિસ્તારમાં એક SRPનો જવાન જ ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે. મહીલાની ચેઇન ખેંચીને ભાગવા જતાં SRPના જવાનને લોકોએ ઝડપી લીધો હતો.ત્યારબાદ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચેઇન સ્નેચિંગ યુવક પોતે પોલીસ કર્મચારી છે.

નરોડા ગામના પ્રજાપતિ વાસમાં રહેતા હંસાબેન પ્રજાપતિ સુમારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ નરોડા પોલીસ સ્ટેશનની પાસે આવેલી રાજચંદ્ર સોસાયટી પાસેથી ચાલતા પસાર થતા હતા. તે દરમિયાન બાઇક લઈને એક શખસ આવ્યો હતો અને તેણે હંસાબેનના ગળામાં રહેલી ચેઈન ઝુંટવી લીધી હતી. જોકે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા ચેઇન ઝૂંટવીને ભાગી રહેલા અમિતને પકડી પડ્યો હતો. ત્યાંથી પસાર થયા ટ્રાફીક પોલીસના જવાને પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ પોલીસે અમિત પરમારની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. અમિત પરમાર SRPમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને નોકરીમાં ત્રણ દિવસની રજા મુકીને ચેઇન સ્નેચિંગ કરવા અમદાવાદ આવ્યો હતો. અમિતને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને તાત્કાલિક રૂપિયા મેળવવા આ શોર્ટકટ અપનાવ્યો હતો પણ પોલીસને હાથે પકડાઈ ગયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિત પરમાર પર ભૂતકાળમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

હાલ તો પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી છે. જોકે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી અમિતે અગાઉ કોઈ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. જો અમિત ત્રણ દિવસ અમદાવાદ આવ્યો હોય તો કોઈ મોટી ચોરી કે લૂટ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...