Thursday, December 11, 2025

અમદાવાદમાં ફરી શ્વાનોનો આતંક : ઘોડિયામાં સૂતેલા બાળકને લઈને ભાગ્યા, સ્થાનિકોએ બચાવ્યો જીવ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ફરી શ્વાનનો આતંક વધી રહ્યો છે. શ્વાનના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે શહેરના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર ગંભીર ઘટના સામે આવી છે. ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને ચાર જેટલા શ્વાનો ઉચકીને તેને બચકાં ભરી લીધા હતા. સ્થાનિક લોકો જોઈ જતા તાત્કાલિક તેઓ દોડ્યા હતા અને બાળકને શ્વાનોના મુખમાંથી છોડાવ્યું હતું. પગના અને કમરના ભાગે બાળકને બચકાં અને નખ વાગતા ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાની વિગતો મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મકાનના કોટ પાસે છાયડાંમાં શ્રમિક પરિવાર કામ પર હતો અને પોતાના બાળક માટે ત્યાં ઘોડિયું બાંધવામાં આવેલું હતું, આ ઘોડિયામાં બાળક હતું પરંતુ તેની આસપાસ કોઈ હતું નહી. આ દરમિયાન ત્યાં અચાનક ચારથી પાંચ શ્વાનો આવી પહોંચે છે અને બાળક પર હુમલો કરીને તેને ઘોડિયામાંથી બહાર કાઢી લે છે. આ પછી અચાનક ત્યાં રમતા લોકોની નજર પડે છે અને બાળકને બચાવવા માટે દોડધામ શરુ થઈ જાય છે. એટલામાં એક જગ્યા પર જ્યાંથી શ્વાનો બાળકને મોઢામાં નાખીને લઈ જઈ રહ્યા હતા ત્યાં યુવક દ્વારા બાળકને બચાવી લેવામાં આવી છે.

બાળકના પગ સહિતના ભાગે શ્વાનો દ્વારા હુમલો કરીને બચકાં ભરી લેવામાં આવ્યા છે. હાલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું કહેવાઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...