Wednesday, September 23, 2026

સ્ટેડિયમ વોર્ડમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતો મજુર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં આવેલ સ્ટેડિયમ વોર્ડમાં ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ચારના કર્મચારીએ પાણીની પાઇપલાઇનનું ગેરકાયદેસર જોડાણ કરી આપવા માટે રૂ.25,000ની માગણી કરી હતી. ગેરકાયદેસર જોડાણ કરવા માટે મજૂર દ્વારા લાંચની માગણી કરવામાં આવતા ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવી અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના મજૂરને 20 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

ACBમાંથી મળતી માહિતી મુજબ, શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં બત્રીસી હોલ દ્વારા પાણીની નવી પાઈપલાઈન લેવા માટે અરજી કરવામાં આવી હતી. જેથી ઇજનેર વિભાગ દ્વારા પાણીની નવી પાઈપલાઈનનુ ખોદકામ શરૂ કર્યું હતું. કામ ચાલતુ હોય હોલની બાજુમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાનની પાણીની પાઈપલાઈન નાખવા માટે ઇજનેર વિભાગમાં સ્ટેડિયમ વોર્ડમાં મજૂર તરીકે ફરજ બજાવતા હેમરાજભાઈ દાફડા (રહે. પંચશ્લોક હોમ્સ,ત્રાગડ રોડ,ચાંદખેડા) સાથે બત્રીસી હોલની પાણીની પાઈપલાઈન સાથે તેઓની પાણીની પાઇપલાઈનનુ ગેરકાયદેસર રીતે જોડાણ કરી આપવાની વાત કરી હતી.

પાણીની પાઈપલાઈનનું ગેરકાયદેસર જોડાણ કરવા માટે કોર્પોરેશનના મજૂર વર્ગના કર્મચારી હેમરાજભાઈએ રૂ.25000ની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.20,000 નક્કી કર્યા હતા. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી ફરિયાદ આપતા એસીબીએ લાંચનુ છટકું ગોઠવ્યું હતું અને રકઝકના અંતે નક્કી થયેલી લાંચની રકમ રૂ.20,000 લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...