Monday, September 28, 2026

જો આપનું વાહન ચોરાય છે તો તરત જ ફરિયાદ કરજો, નહિ તો ફસાઈ જશો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો એટલા બધા શાતિર થઇ ગયા છે કે, હવે તેઓ પહેલાં વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરવા માટે નીકળે છે. જો તમારું વાહન ચોરાય તો તરત જ પોલીસ ફરિયાદ કરી દેજો, નહીં તો ગુનાના આરોપસર પોલીસ તમારી આકરી પૂછપરછ કરી શકે છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ તેમજ સીટીએમના મહાલક્ષ્મી જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ બંને ચકચારી કિસ્સામાં લૂંટારાએ ચોરીનાં વાહનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલાં સીજી રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થઇ હતી. જેમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.

જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો. હાલમાં ચોરી, લૂંટના જે બનાવો બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે. શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે જેમાં કેટલીક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય તે રીતનો પ્લાન ઘડીને અમદાવાદમાં થઇ રહેલી લૂંટનું આયોજન કરવામાં આવતું હોય છે. લૂટારુંઓ પહેલાં બાઇકની ચોરી કરતા હોય છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. લૂંટ થઇ ગયા બાદ આરોપી એ બાઇકને બિનવારસી મૂકીને નાસી જાય છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કોઇ પણ લૂંટ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ, ચીલ ઝડપની ઘટનાઓ બને છે તેમાં ચોરીનાં બાઇકનો ઉપયોગ થાય છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં આવેલા શિવકૃપા જ્વેલર્સમાં હથિયાર લઇને શખ્સો આવ્યા હતા. જ્વેલર્સના માલિક પૂજા કરતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને રિવોલ્વર બતાવીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ બૂમાબૂમ કરતાં તે બાઇક લઇને ભાગી ગયા હતા. લૂંટારા પોતાનું બાઇક ચામુંડા બ્રિજની નીચે મૂકીને નાસી છુટ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે બાઇક જમા કર્યું છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઇક ચોરીનું છે. જેની ફરિયાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં નોંધાઇ છે. આ સિવાય સીટીએમ ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટારા બંદૂક લઇને ધસી આવ્યા હતા અને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છુટ્યા હતા. આ ઘટનામાં પણ ટુ વ્હીલર ચોરી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા સી.જી.રોડ આંગડિયા પેઢીના કર્મચારી 50 લાખ રૂપિયા લઇને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સો બેગ ખેંચીને નાસી ગયા હતા. આ કેસમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે.

મોટાભાગના કેસોમાં પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જે બાઇકનો ઉપયોગ થયો હતો તેમાં પોલીસે બાઇકના માલિકની અટકાયત કરતી હોય છે અને બાદમાં લૂંટમાં ભોગ બનનાર લોકોને બતાવતા હોય છે. વાહનના માલિક લૂંટારાને ઓળખવાનો ઇનકાર કરી દે તો પણ તેમને થર્ડ ડીગ્રીનો પણ સામનો કરવો પડે છે. જો વાહનના માલિક પોલીસ ફરિયાદ તરત જ કરી દે તો તેમને થર્ડ ડીગ્રીનો સામનો કરવો પડતો નથી. ટુ વ્હીલરનો ઉપયોગ ચોરી, લૂંટ માટે થાય છે જ્યારે કારનો ઉપયોગ ફાયરિંગ, દારૂની ખેપ તેમજ અપહરણ કરવા જેવા મામલે થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...