Wednesday, January 21, 2026

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી : ધોરણ-12 સાયન્સના રિઝલ્ટે ખોલી પોલ, સ્કૂલોને માત્ર ફીમાં રસ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોય એવું જાણકારો જણાવી રહ્યા છે. સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ખરી વાસ્તવિકતા કંઇક અલગ છે. જેનું જીવતું જાગતું ઉદારહણ ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં જોવા મળી છે. આ વર્ષનું રિઝલ્ટ 13 વર્ષમાં સૌથી નીચું ગયું છે.ધો.12 સાયન્સના પરિણામમાં એ ગ્રુપમાં કુલ 29,163 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે ડિગ્રી ઈજનેરીમાં 68,800થી વધારે બેઠકો ઉપલબ્ધ છે. પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવે તો પણ 35 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ગત વર્ષે ઊંચુ પરિણામ હોવા છતાં 30 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. દિલ્હીથી શિક્ષણની તુલના કરતી ગુજરાત સરકારે ધોરણ 12ના પરિણામનું વિશ્લેષણ કરવાની જરૂર છે.

ગુજરાતમાં ફક્ત મસમોટી વાતો અને તોતિંગ ફી જ લેવાય છે. વિદ્યાર્થીઓએ ટ્યૂશન થકી સ્કૂલમાં પાસ થવું પડતું હોય તો સ્કૂલોની કેવી દશા હશે એ વિચાર કરવો જ અઘરો છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું રિતસરનું શોષણ થાય છે અને ઓછા પગારમાં નોકરી કરતા શિક્ષકોની લાયકાત પણ એવી જ હોય છે. આમ છતાં વાલીઓ પાસે હવે ઓપ્શન પણ નથી. ગુજરાતમાં શિક્ષણ એ ધંધો બની ગયું હોય તેમ માત્ર બાળકોની સંખ્યા ફી વધારવા સામે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત બાજુમાં રહી ગઈ છે.

આ ઉપરાંત ગુજરાતમાં એમાંય ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં ખાનગી કોચિંગ ક્લાસીસ અને ડમી સ્કૂલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને કારણે નિયમિત ચાલતી સ્કૂલોમાં 11 અને 12 સાયન્સના વર્ગ ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે નિયમિત ચાલતી સ્કૂલોમાં 11 અને 12 સાયન્સના વર્ગમાં નિયમિત શિક્ષકોનો સંપૂર્ણપણે અભાવ છે. મોટાભાગની સ્કૂલોમાં પૂરતા ડિગ્રી ધારક શિક્ષકો હોતા નથી, બહારથી વિઝીટીંગ શિક્ષકોને બોલાવી અભ્યાસક્રમ જેમ તેમ પૂરો કરી માત્ર ફાંકા ફોજદારી કરવામાં આવે છે.

ધો-10 બાદ તરત વિદ્યાર્થીઓ ધોરણ 11માં આવતા જ કોચિંગમાં એડમિશન લઈ લે છે, ક્યાંક સ્કૂલો દ્વારા જ ચોક્કસ કોચિંગ ક્લાસ આગ્રહ કરવામાં આવે છે તો ક્યાંક સ્કૂલો પોતાના અંગત કોચિંગ ક્લાસ ચલાવતી હોય છે, ઘણીવાર શહેરના જાણીતા કોચિંગ ક્લાસ દ્વારા જ ડમી સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહીત અનેક મોટા શહેરોમાં જાણીતા કોચિંગ ક્લાસ દ્વારા જ પોતાના લાગતા વળગતાં વાળા ડમી સ્કૂલ ખોલી દેવામાં આવે છે, જેના કારણે સ્કૂલમાંથી જ તૈયારી કરાવવાની પ્રથા ધીમે ધીમે દૂર થઈ રહી છે અને વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસીસ પર નિર્ભર બની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.12 સાયન્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગતવર્ષે સમગ્ર રાજ્યમાંથી 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની સામે આજે જાહેર કરાયેલા પરિણામમાં માત્ર 61 વિદ્યાયીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે. આમ, ગત વર્ષ કરતાં A1માં 135 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે પણ સુરતના 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને અમદાવાદને પાછળ રાખી દીધું છે. 17 કેન્દ્રમાં એકપણ વિધાર્થી A1 ગ્રેડ મેળવી શક્યો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...