Monday, September 28, 2026

SG હાઇવે પર આવેલી આ ફાઇવ સ્ટાર હોટેલને રૂપિયા 50,000નો દંડ, જાણો કેમ કાર્યવાહી થઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠની સામે આવેલી ફાઇવસ્ટાર હોટલ વિવાંતાને AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર કનકસિંહ રોહડીયા અને તેમની ટીમ દ્વારા SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ સામે આવેલી ફાઇવસ્ટાર હોટલ વિવાંતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સૌથી પહેલા હોટલની બહારના અને અંદરના ભાગે કન્સ્ટ્રક્શન કચરો મળી આવ્યો હતો. કન્સ્ટ્રક્શનની કામગીરી અંદર ચાલુ હોવાના કારણે ત્યાં સાધન-સામગ્રી વેરવિખેર હાલતમાં પડી હતી.

આ ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલ ચાલુ કર્યાના 8 મહિના થઈ ગયા છતાં રૂમ સાથે સ્વીમિંગ પુલની ફેસિલિટી હોવા છતાં હોટલ ચાલુ કરવાના જરુરી તેવું સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ મેળવ્યું નહોતું. આરોગ્યની જાળવણીમાં ગંભીર બેદરકારીને કારણે હોટલ વિવાંતાને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આ તમામ બાબતોને લઈને હોટેલને સબક શીખવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર કનકસિંહ રોહડીયા અને તેમની ટીમ દ્વારા SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ સામે આવેલી ફાઈવસ્ટાર હોટલ વિવાંતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

AMCની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા જાહેરમાં કચરો ફેંકવા ઉપરાંત ગંદકી કરનારા એકમો અને લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...