Tuesday, January 13, 2026

સેટેલાઈટમાં ચોરીની ઘટનાઓ વધતા પોલીસની કામગીરી વિરુદ્ધ લાગ્યા બેનરો, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે ચોરીના બનાવમાં કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં વ્રજવિહાર 5 અને રત્નદીપ કોમ્પલેક્ષમાં સ્થાનિકોએ બેનર લગાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર કાગળ પર બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઇટ વિસ્તારમાં છ મહિનામાં આઠ દુકાનોના તાળા તૂટવામાં કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકો પોલીસની કામગીરીથી નારાજ છે. પોલીસે કામગીરી નહીં કરતા ચોરને મોકળું મેદાન મળ્યું હોવાના આરોપ ઉઠયા છે. ક્યાંક રોકડ રકમની ચોરી તો ક્યાંક દુકાનોમાં રહેલી વસ્તુઓની ચોરી થઈ હતી. અનેક રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકોએ સેટેલાઈટ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો. સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોરીના બનાવ વધ્યા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા.

વેપારીઓ દ્વારા કોમ્પલેક્સમાં લગાડવામાં આવેલા બેનરમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘વ્રજવિહાર-5 અને 6 કોમ્પલેક્સ બ્રેકિંગ…. વ્રજ વિહાર કોમ્પલેક્સ 5 અને 6 પ્રેરણા તીર્થ દેરાસર રોડ, ગ્લોરિયા રેસ્ટોરન્ટની સામેના દુકાનદાર ભયભીત, સેટેલાઈટ વિસ્તારમાં ચોર બન્યા બેફામ.. એક જ મહિનામાં વ્રજ વિહાર-5 અને 6 કોમ્પલેક્સમાં 5થી 6 દુકાનના 2 વાર તાળા તૂટ્યા તેની પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, તેમ છતાં કોઈ ઉપયુક્ત પગલાં લેવામાં આવ્યા નથી. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર પોકળ..’

કોમ્પલેક્સમાં આવેલી દુકાનોના તમામ વેપારીઓનું કહેવું છે કે, પોલીસ તેમની ફરિયાદને સહેજપણ ગંભીરતાથી લેતી નથી. તેમના જણાવ્યા અનુસાર પોલીસ વારંવાર તેઓેને પોલીસ સ્ટેશન આવીને કલાકો સુધી બેસાડીને રાખે છે અને સમય બરબાદ કરે છે. આ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરનારા ચોર દિવસેને દિવસે વધી વધુ હિંમતવાળા બની રહ્યા છે અને તેમને કોઈનો ડર રહ્યો નથી. આ સ્થિતિમાં તેમની દુકાનોમાં વધુ ચોરી થવાનું જોખમ વધ્યું છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

બેનર લાગ્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ વ્રજ વિહાર કોમ્પલેક્સમાં પહોંચી હતી અને વેપારીઓની રજૂઆત સાંભળીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર સીસીટીવીના આધારે અને વેપારીઓની ફરિયાદ લઈને ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....