Monday, August 3, 2026

અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ ! સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ શરૂ કરાયું

spot_img
Share

અમદાવાદ: અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ટૂંક જ સમયમાં અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહ્યું છે. આ ક્રૂઝને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. ક્રૂઝ તૈયાર થઇ ગયુ છે અને હવે સાબરમતી નદીમાં ટ્રાયલ શરુ કરાયું છે. તેને જૂન મહિનામાં શરુ કરવામાં આવશે તેવો અંદાજ છે. સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઓપનિંગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માંગવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ક્રૂઝનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યુ છે. ક્રૂઝના ટ્રાયલના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તસવીરોમાં આ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ નજારો લોકો ક્રુઝમાં બેસીને માણી શકશે.ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર દેશ માટે એક લેન્ડ માર્ક છે, ત્યારે સાબરમતી નદી પર રિવર અક્ષર ફ્લોટિંગ ક્રૂઝ તૈયાર કરાઇ છે. આગામી દિવસમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. લોકો આ ક્રૂઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. આ પ્રોજેક્ટેના કારણે રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેરાશે. આ રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...