Saturday, May 30, 2026

અમદાવાદીઓ આનંદો, શહેરમાં નવા ત્રણ મેટ્રો સ્ટેશન ઉમેરાશે, મુસાફરોને મળશે મોટી રાહત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નોકરિયાતો, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં મેટ્રો ટ્રેન સેવાનો વધુ વિસ્તાર કરવામાં આવી શકે છે.જેમાં હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસી વાસણાથી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષના અંત સુધીમાં શહેરમાં ત્રણ નવા સ્ટેશનો મેટ્રો નેટવર્કમાં ઉમેરવામાં આવે તેવી શકયતા છે. જેમાં ટ્રાફિકની દૃષ્ટિએ મહત્વના કાંકરિયા અને સાબરમતી સ્ટેશનને પણ ઉમેરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ત્રણ નવા મેટ્રો સ્ટેશન- કાંકરિયા, થલતેજ ગામ અને સાબરમતી ઉમેરે તેવી શક્યતાઓ જોઈ રહ્યું છે આ નવા મેટ્રો સ્ટેશનનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હતું કે વર્ષ 2024 માં આવનારી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ કોર્પોરેશન આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કાર્યરત છે.

જેમાં નવા ઉમેરવામાં આવી રહેલા બે સ્ટેશન કાંકરિયા અને સાબરમતી ટ્રાફિકની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. કાંકરિયા એક પ્રવાસન સ્થળ છે અને સાબરમતી રેલ્વે સ્ટેશન અને અન્ય પરિવહન સેવાઓ સાથે જોડાયેલ છે. આ ઉપરાંત સાબરમતી નજીક જ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન પણ આકાર પામી રહ્યું છે. જેના પગલે મેટ્રોને બુલેટ ટ્રેનની કનેકટીવીટી સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. તેમજ આ નવા ત્રણેય સ્ટેશન શરૂ થયા મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાનું અનુમાન છે.

આ ઉપરાંત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેક્ટના બીજા તબક્કા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ ગિફ્ટ સિટીને ગાંધીનગરની બહારના વિસ્તાર સાથે જોડવાનો છે. આ ઉપરાંત GIFT કોમ્પ્લેક્સની અંદર અન્ય મેટ્રો સ્ટેશન વિકસાવવા પર પણ વિચાર કરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વર્ષ 2024 સુધીમાં GIFT સિટીના પ્રથમ મેટ્રો સ્ટેશન પર મેટ્રોની ટ્રાયલ રન પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...