Monday, August 3, 2026

અમદાવાદમાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 2000 થી વધુ કાર્ડ બનાવ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવવાના કેસમાં પોલીસે આઈકાર્ડ બનાવનાર પ્રિંટીંગ પ્રેસના માલિકની ધરપકડ કરી છે. જેમાં અત્યાર સુધી 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવી આપ્યા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગેરકાયદે આઈકાર્ડ બનાવવાના રેકેટ કેસમાં પોલીસે ડેટા મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.પોલીસે ધરપકડ કરેલ આરોપી રિતેશ સોલંકીએ માધવપુરામાં માનવ પ્રિન્ટ નામથી પ્રિન્ટિંગ પ્રેસમાં TRB જવાનના નકલી આઈકાર્ડ બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે TRB જવાનને સરકાર કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ આઈ કાર્ડ ઇસ્યુ કર્યા નથી અને આઈકાર્ડ બનાવવાની કોઈ મંજૂરી પણ નથી.તેમ છતાં આરોપી રિતેશ સોલંકીએ TRB જવાન વિશાલ પટણીનું આઈકાર્ડ બનાવ્યું. TRB જવાન મોટેરા આઇપીએલ મેચ જોવા TRB ના આઈકાર્ડથી એન્ટ્રી કરી ત્યારે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવ્યું હતું અને આઈકાર્ડની તપાસ દરમ્યાન ગેરકાયદે નકલી આઈકાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું. આ આરોપીએ 2000થી વધુ TRB જવાનને આઈકાર્ડ બનાવીને આપ્યા છે. માધવપુરા પોલીસે નકલી આઈકાર્ડ બનાવવાના કૌભાંડમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી રિતેષ સોલંકી પ્રિન્ટીંગ પ્રેસમાં લગ્નની કંકોત્રી છાપતો હતો. 2019માં પોતાના મિત્રનો ભાઈ લલીત પરમાર ટ્રાફિક બ્રિગેડ વિભાગમાં જોડાયો હતો.ત્યારે તેના નિમણુક પત્રના આધારે TRBનુ આઈકાર્ડ તૈયાર કર્યુ હતુ. રૂ 20થી આઈકાર્ડ બનાવવાની શરૂઆત કર્યા બાદ અત્યારે 70થી 100 રૂપિયામા આઈકાર્ડ બનાવે છે. આઈકાર્ડ પર ડમી સહીઓ અને ટ્રાફિક બ્રિગેડના સિમ્બોલનો ઉપયોગ કરવામા આવ્યો છે. કોમ્પ્યુટર પર આઈકાર્ડ બનાવીને તેની કલર પ્રિન્ટ કાઢીને લેમીનેશન કરીને TRB જવાનને આપવામા આવે છે.

માધવપુરા પોલીસે આઈકાર્ડ કોંભાંડમા આરોપીએ કોને કોને આઈકાર્ડ બનાવીને આપ્યા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે.TRB જવાનના આઈકાર્ડ કૌભાંડમાં માધવપુરા પોલીસે કોમ્પ્યુટર અને પ્રિન્ટર જપ્ત કર્યુ છે.અમદાવાદ શહેરમાં 2300 જેટલા TRB જવાન ફરજ બજાવે છે. જેમાંથી 2000થી વધુ જવાનોએ આઈકાર્ડ બનાવ્યા છે. દેખાદેખીમાં બનાવેલા આઈકાર્ડનો જવાનો દ્રારા જો કોઈ દૂર ઉપયોગ કરવામા આવ્યો હશે તો તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ TRB જવાન તરીકે ફરજ બજાવનારા એક શખ્સે 25મી એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ જોવા પહોંચ્યો હતો. ત્યાં ટ્રાફિક ડીસીપી સફિન હસન તેમના સ્ક્વોડ સાથે હાજર હતા. જ્યાં TRB જવાને તેનું આઇકાર્ડ બતાવ્યું હતું. TRBને કોઈ આઇકાર્ડ ન હોવા છતાં તેણે આઇકાર્ડ બતાવતા તે શંકાસ્પદ લાગ્યો હતો. જેથી તેને ત્યારે પકડી પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાનમાં તેણે આ આઇકાર્ડ દિલ્લી દરવાજા પાસે અનઅધિકૃત રીતે છપાવ્યું હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...