Monday, September 28, 2026

અમદાવાદમાં IPS બનવા કોલેજમાંથી દિલ્હી ભાગી ગયેલી યુવતી ગાંધીનગરમાંથી મળી, પોલીસ પણ ચોંકી ઉઠી

spot_img
Share

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી 17 વર્ષની છોકરી IPS બનવા માટે કોલેજમાંથી ભાગી ગઈ હતી. જોકે દિવસો બાદ આ યુવતી આખરે ગાંધીનગરની એક હોસ્ટેલમાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે ફરીથી યુવતીનું તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે ભણવામાં હોંશિયાર છે અને તેણે પોતાના પગ પર ઊભા થવું છે, પરંતુ માતા-પિતા અત્યારથી તેને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આથી તે ઘર છોડીને ભાગી ગઈ હતી.

વિગતો મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ખોખરાની એક કોલેજમાં એફવાય બીબીએનો અભ્યાસ કરે છે. 2 મેના રોજ સગીરા તેની માતા સાથે નવરંગપુરા સ્થિત એક કોલેજમાં પરીક્ષા આપવા અંદર ગઈ પરંતુ બહાર ન આવતા માતાએ શોધખોળ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી સગીરાએ લખેલી એક ચિટ્ઠી મળી આવી હતી. જેમાં એવું લખાણ હતું કે, તે IPS બનવા માંગતી હોવાથી દિલ્હી જાય છે અને તેને કોઈ શોધતા નહીં.

આથી ચિંતિત પરિવારે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં દીકરી ગુમ થઈ હોવા અંગે ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યુવતી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ફ્લાઈટમાં બેસીને છેક દિલ્હી સુધી એકલા જઈ આવી. ત્યાંથી તેણે UPSC સેન્ટરની મુલાકાત લઈને IPS બનવાની તમામ પ્રક્રિયાની માહિતી મેળવી અને ફરી ગુજરાત પાછી આવી હતી. જોકે ઘરે જવાના બદલે તે ગાંધીનગરની એક હોસ્ટેલમાં રોકાઈ ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા યુવતીના લોકેશનને આધારે તેને શોધી કાઢવામાં આવી હતી.

નોંધનીય છે કે, યુવતીની મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા નાની દીકરી માટે ચિંતિત હતા. બીજી તરફ યુવતી તેની માતા ઓછું ભણેલી હોવાથી ઘર કામમાં રહેતી પણ તે આ કામ કરવા નહોતી માગતી અને પોતાનું ભવિષ્ય બનાવવા માગતી હતી. ત્યારે પોલીસે યુવતીને તથા તેના માતા-પિતા બંનેને સમજાવી હતી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...