16.5 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદના આ વિસ્તારમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, સરકારી જમીન પરના 30 વર્ષ જુના ગેરકાયદે દબાણો દૂર કરાયા

Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લાં કેટલાય દિવસોથી AMC ના દબાણ ખાતા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી જોરશોરથી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને આજે સવારે AMC ની ટીમ અને પોલીસની ટીમ દ્વારા થલતેજ વિસ્તારમાં સરકારી જમીન ઉપરાંત બીજી જમીનો પર થયેલ ગેરકાયદે થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શહેરી વિસ્તારોમાં થલતેજમાં મામલતદાર અને પોલીસની હાજરીમાં વીઆર સિનેમા પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થલતેજમાં આ દબાણો મોટાભાગે સરકારી જમીન પર કરવામાં આવ્યુ હતુ, જેમાં 30 વર્ષ જૂનું સરકારી જમીન ઉપરનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આ બાંધકામ અંદાજે 1500 ચોરસ મીટરનું હતું.

આ કામગીરી દરમિયાન પોલીસ અને AMCનો સ્ટાફ દબાણની સાઈટ પર પહોંચી ગયો હતો. અમદાવાદમાં પ્રાઇમ લોકેશન પર આવેલી જગ્યા પર આખરે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles