Saturday, September 12, 2026

અમદાવાદીઓને ઘર આંગણે જ મળી રહેશે સસ્તા ભાવે ગીરની પ્રખ્યાત કેસર કેરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના નગરજનોને સીધી ઉપલબ્ધ થાય તે માટેના ગીર પંથકના ખેડૂતો દ્વારા બે મહિના માટે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.આ કેરી મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં સીધા ખેડૂતો તાલાલાની કેસર કેરીનો પાક લઈને આવશે અને ખેડૂતોથી સીધો ગ્રાહક સુધી તે પાક પહોંચશે. જ્યાં લોકોને 500 થી લઈને 1500 રૂપિયાની નાનાથી મોટા ફળની વિવિધ કેરીઓ મળી રહેશે.

આયોજક ખેડૂતોનું માનવું છે કે કેરીની સીઝન દરમિયાન ખેડૂતો પાસેથી વચેટિયાઓ કેરી ખરીદીને બજારમાં ઊંચા ભાવે વેચે છે. જેના કારણે લોકોને મોંઘી કેરી મળી રહે છે. જ્યારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવાથી વચેટીયાઓનો નફો બંધ થઈ જશે જેના કારણે ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે. જેથી ખેડૂતોને પણ નુકસાન નહીં જાય અને ગ્રાહકોને સસ્તા ભાવે સારી કેરી એક જ સ્થળ પરથી મળી રહેશે.

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય અમિત ઠાકરે પણ વચેટિયાઓની બાબતે સરકાર કામ કરી રહી હોવાનું નિવેદન આપી. લોકો માટે સરકાર હરહંમેશ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તો ચાલુ સિઝનમાં ગરમી દરમિયાન કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે લોકોને ભીતી હતી કે આ સિઝનમાં કેરીની અછત સર્જાશે અને લોકોને મોંઘી કેરી મળશે.

જો કે ખેડૂતોનું કહેવું હતું કે વરસાદના કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું નથી. તેમજ કેરીનો ભાવ પણ ઓછો ચાલી રહ્યો છે. જોકે વચેટિયાઓના કારણે ભાવ વધી જતા હોવાથી લોકોને તેની અસર પડી રહી છે અને તેજ અસર દૂર કરવા માટે ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરીને લોકોને સસ્તા સારા ભાવે કેરી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...