Thursday, March 5, 2026

અમદાવાદમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના, પરિણીતાએ લગ્નની ના પાડતા પાગલ પ્રેમીએ ગળા પર છરી ફેરવી દીધી

spot_img
Share

અમદાવાદ : સુરતમાં બનેલા ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ જેવો ચોંકાવનારો મામલો અમદાવાદના સરદારનગરમાં વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છરીના ઘા મારીને લોહીલુહાણ કરી નાખી હતી. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પોલીસે આરોપી પ્રેમીને પણ પકડી લીધો છે.

વિગતો મુજબ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે)નાં લગ્ન રાજસ્થાનમાં તેમના સમાજના યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ નિશા તેના પતિ સાથે રાજસ્થાન રહેતી હતી. જ્યાં તે એક બાળકની માતા બની હતી. થોડા સમયથી પતિ સાથે અણબનાવ થતા તે તેના બાળકને લઈને પિયર અમદાવાદ આવી ગઈ હતી. થોડા સમય બાદ પરિણીતાએ તેના બાળકને ભણવા માટે નજીકની શાળામાં મૂકી દીધો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી.

નવીન અને નિશા એકબીજા સાથે પરિચયમાં આવ્યા અને બંને ઘણીવાર ફોન પર વાતો કરતા હતા. એવામાં નવીન નિશાના પ્રેમમાં પડ્યો અને તેને પામવાના પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ બીજી તરફ નિશાના છૂટાછેડા નહોતા થયા. એવામાં ગઈકાલે બપોરે નવીને પોતાના પરિવારને લઈને નિશાના ઘરે પહોંચી ગયો અને બધાની હાજરીમાં નિશાને લગ્ન કરવા માટે કહ્યું. જોકે નિશાએ લગ્નની ના પાડી દીધી, કારણ કે તેના છૂટાછેડા નહોતા થયા. પણ નવીન લગ્નની જીદ પકડીને બેઠો હતો અને કોઈ રીતે વાત માનવા તૈયાર નહોતો.

નિશાએ લગ્નની ના પાડતા જ નવીને પોતાની પાસે રહેલી છરી કાઢી અને નિશાના હાથમાં મારી દીધી હતી. આ બાદ તેણે ગળા પર પણ છરીના ઘા મારી દીધા હતા. ત્યારે નિશા ઘટનામાં લોહીલુહાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ આરોપી નવીનને પણ સરદારનગર પોલીસે ઝડપી લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...