Monday, September 28, 2026

AMTS-BRTSના નવા દર જાહેર : બસનું ભાડું પાંચથી લઇ 30 રૂપિયા સુધી, 1 જુલાઈથી થશે અમલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસોના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરાયો નથી. ત્યારે હવે AMCના ભાજપ સત્તાધીશો દ્વારા AMTS અને BRTSના ભાડામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડું રૂ 5 કરાયુ છે. જ્યારે પહેલા AMTSમાં 3 કીમીનું મીનીમ રૂા. 3 હતું. મેક્સિમમ ભાડું રૂા. 30 કરવામાં આવ્યું છે. 1 જુલાઈ થી ભાડા વધારો લાગુ પડશે. મનપસંદ મેન ટિકિટ રૂ 35 નાં બદલે રૂ 45 કરવામાં આવી છે. કિલો મીટરને આધારે ભાવ વધારો કરવામાં આવ્યો.

તમને જણાવી દઈએ કે, BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે.

આ ઉપરાંત બૉય્ઝ સ્ટૂડન્ટ્સના બસ પાસના 400 રૂપિયા, જ્યારે ગર્લ્સ સ્ટૂડન્ટ્સના બસ પાસના 300 રૂપિયાથી વધારીને 350 કરવામાં આવ્યા છે. આ સાથે મનપસંદ 3 મહિનાના પાસનો ભાવ 2 હજારથી વધારીને 2500 તેમજ મંથલી પાસનો ભાવ 750થી વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...