અમદાવાદ: અમદાવાદીઓ પહેલા વરસાદી પાણી ભરવાની સમસ્યાથી પરેશાન થયા છે. જોકે, ચોમાસાની સિઝનમાં રોગચાળો બેકાબુ બને છે અને ઘરે-ઘરે મચ્છરજન્ય રોગચાળોના ખાટલા જોવા મળે છે. પરંતુ આ વખતે AMCના આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીગર ડ્રાઇવનું આયોજન કરાયું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ કેમ્પસ, કોમર્શિયલ એકમમાં ચેકીંગ હાથ ધર્યું હતું. મચ્છના બ્રિડીંગ મળી આવતા ચાર એકમ સીલ કરાયા હતા અને 74 એકમ પાસેથી વહિવટી ચાર્જ સહિત નોટિસ અપાઇ હતી.
શહેરમાં તમામ વિસ્તારમાં વરસાદના કારણે પાણીના ભરાવાના સ્ત્રોતોમાં વધારો થવાથી તેમજ મચ્છર ઉત્પતિ અનુકુળ વાતાવરણ થયેલ છે. જેવી વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. AMC ઇન્ચાર્જ મેડિકલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રીગર ડ્રાઇવ દરેક ઝોન ખાતે હેલ્થ ખાતાના વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા તથા સ્કૂલ બોર્ડ, એસ્ટેટ વિભાગ, ટેક્ષ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગના સંયુક્ત કામગીરી હાથ ધરાઇ હતી. વધુમાં ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે, ચેકીંગ દરમ્યાન 339 એકમ ચેક કરાયા હતા, મચ્છરના પોરા મળી આવતા 244 એકમને નોટિસ અપાઇ હતી. તેમજ 4 એકમ સીલ પણ કર્યા હતા. આ ઉપરાત 15 લાખ 93 હજારનો વહિવટી ચાર્જ પણ વસુલ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, ભારત સરકાર દ્વારા આગામી 2030 સુધીમાં મેલેરિયા મુક્ત જાહેર કરવાનો ટાર્ગેટ અપાયો છે. મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવા AMC કામગીરી કરી રહી છે. હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટર બોર્ન ડિસીસ કંટ્રોલ શાખા દ્વારા ઇન્ટ્રોડોમેસ્ટીક, પેરાડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઇઆરએસ એન્ટી લાર્વલ કન્ટ્રક્શન સાઇટોનું ચેકીંગ તથા જરૂરી આઇઈસી એક્ટીવીટી જેવી તમામ પ્રકારની રોગ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલની ચોમાસાની ઋતુને જોતા વિભાગની તમામ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.