નવી દિલ્હી : ભારતના ત્રીજા મુન મિશન ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ 43.5 મીટર લાંબુ બાહુબલી રોકેટ ચંદ્રયાનને લઈને ઉડ્યું છે. LVM3 ઈસરોનું સૌથી મોટું અને ભારે રોકેટ છે. આજે બપોરે 2.35 વાગે શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષે કેન્દ્રથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ જોવા માટે ઉમટ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોકો ઉમટ્યા હતા.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ માત્ર 16 મિનિટની ફ્લાઈટ બાદ જ રોકેટથી ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટમાંથી બહાર આવી જશે. તે સમયે ઉંચાઈ 179 કિમી હશે. યાન 170 કિમીના અંતર પર એક અંડાકાર રસ્તા પર લગભગ 5-6 વાર ધરતીના ચક્કર કાપશે. ફરતા ફરતા સ્પીડ મેળવ્યા બાદ એક મહિનાની યાત્રા પર ચંદ્ર તરફ આગળ વધશે. ચંદ્રની કક્ષામાં તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર સુધી પહોંચી જશે. જો બધું જ બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ઓગસ્ટના અંત સુધીમાં ચંદ્રમા પર ઉતરશે. તો આ ચંદ્રયાનમાં મહિલાઓનું પણ ખાસ યોગદાન રહેલું છે.
જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા ઘણા અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.IANSની સાથેની વાતચીતમાં ઈસોરના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, લગભગ 54 મહિલા એન્જિનિયર્સ-વૈજ્ઞાનિક છે કે જેઓ ચંદ્રયાન-3 મિશન પર કામ કરી રહી છે. અલગ અલગ કેન્દ્રો પર વિવિધ સિસ્ટમના સહયોગી અને આ પ્રોજેક્ટના નિદેશક અને યોજના વ્યવસ્થાપક છે.
તો PM મોદીએ પણ ઈસરોના વૈજ્ઞાનિકોના પ્રયાસની પ્રશંસા કરી હતી. ISROની ટીમને ગુડલક કહેતા PM મોદીએ લખ્યં કે, ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ. હું આપ તમામને આ મિશન અને અંતરિક્ષા, વિજ્ઞાન તથા નવાચારમાં આપણે જે પ્રગતિ કરી છે, એના વિશે વધુ વિગતો મેળવવા માટે આગ્રહ કરું છું. તમને બધાને ખૂબ જ ગર્વ અનુભવ થશે. PM મોદીએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોને ધન્યવાદ. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે.