Tuesday, October 13, 2026

દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો આ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, અધિકમાસ નિમિત્તે થયા આ ફેરફાર

spot_img
Share

દ્વારકા : આજથી અધિક માસનો પ્રારંભ થયો છે જે 16 ઓગસ્ટ 2016ના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અધિક માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મંદિરમાં થતી મંગળા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એવામાં દ્વારકાધીશના દર્શને જતા ભક્તોએ નવું ટાઈમ ટેબલ ખાસ જોવું જોઈએ.

આ વર્ષે અધિકમાસના કારણે બે શ્રાવણ મહિના છે. એવામાં દ્વારકા જગતમંદિરમાં અધિક માસમાં રામ નવમી, દેવ દિવાળી તથા જન્માષ્ટમી જેવા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. પહેલા 8મી ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી દ્વારકા મંદિરમાં થશે. બાદમાં સપ્ટેમ્બર મહિનામાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આમ બે વખત જન્માષ્ટમીની ઉજવણી કરાશે. ત્યારે અત્યારથી મંદિરમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ સાથે જ દ્વારકાધીશ મંદિર તરફથી અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ તથા અન્ય ઉત્સવોની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 20 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી મંગળા આરતીનો સમય સવારે 6 વાગ્યે કરવામાં આવ્યો છે. જેની જાણકારી ભક્તોને આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...