Sunday, September 6, 2026

ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ આરોગ્ય વિભાગ લાલ આંખ કરશે : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

spot_img
Share

અમદાવાદ : એક બાદ એક હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓના વચ્ચે રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલ ભારે આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચીજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાને લઈ આગ લાગી હતી. પ્રાથમિક જાણકારી આ પ્રકારની સામે આવ્યા બાદ હવે રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે આ ઘટનાને લઈ રાજ્યમાં આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની તપાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓની સામે સાવચેતીના આગોતરા પગલા હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં તપાસ શરુ કરવામાં આવશે. બિનજરુરી ચીજો જે હોસ્પિટલોના બેઝમેન્ટ કે અન્ય સ્થળે પડી હશે એવા ભંગારનો તત્કાળ નિકાલ કરવા માટે સૂચનાઓ કરવામાં આવશે. તપાસ દરમિયાન બેદરકારી દાખવતી સામે આવનારી હોસ્પિટલના જવાબદારોની સામે આરોગ્ય વિભાગ હવે લાલ આંખ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનાર વહીવટી તંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...