31.7 C
Gujarat
Tuesday, October 15, 2024

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટીકર હશે તેને જ પ્રવેશ અપાશે

Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ સ્ટીકર દ્વારા પ્રવેશ આપવાનો નિણર્ય કરવામાં આવ્યો હતો. જેના અમલ માટે આ સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૂ થશે. શરૂઆતના તબક્કામાં યુનિવર્સિટીમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ડ્રાઇવ થશે. મુલાકાતીઓને શરૂઆતમાં રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્ટીકરથી પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીમાં 19000 જેટલા સ્ટીકર કેમ્પસના અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ સ્ટીકર અલગ અલગ કેટેગરી વાઇઝ આપવામાં આવ્યા છે જેમકે.. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, રિસર્ચ સ્કોલર, જોબ ટ્રેની, વિદ્યાર્થી એમ અલગ અલગ કેટેગરીમાં આ સ્ટીકર બનાવામાં આવ્યા છે.

આજથી આ સ્પેશિયલ ડ્રાઇવની શરૂઆત થશે જેમાં બહારથી આવનારા મુલાકાતીઓ અથવા એવા બિનજરૂરી લોકો જે કેમ્પસનો ઉપયોગ કામ સિવાય કરે છે ટૂંકમાં કહીએ તો અત્યાર સુધીમાં ઘણી બધી યુનિવર્સિટી ક્લોઝ કેમ્પસ ચાલે છે તો ગુજરાતી યુનિવર્સિટી પણ આ તરફ આગળ વધી રહી છે અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ઓપન છે પરંતુ આ સ્પેશિયલ ડ્રાઈવના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ક્લોઝ કેમ્પસ બને તેના માટે થઈને સ્ટીકર દ્વારા પ્રવેશની વ્યવસ્થાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે અત્યારે શરૂઆત એક ટ્રાયલ ભાગરૂપે કરવામાં આવશે. પછીથી તેનું અમલ થઈ શકે છે

મુલાકાતીઓ માટે અત્યારે માત્ર એન્ટ્રી કરવાની રહેશે. મુલાકાતી પોતાનું વાહન લઇને આવે તેમને રજીસ્ટરમાં એન્ટ્રી કરીને અંદર પ્રવેશ મેળવવાનો રહેશે. મુલાકાતીઓ કયા કામથી કયા વિભાગમાં કોને મળવા આવ્યા તે તમામ વિગત ભરવાની રહેશે. ચાલી આવતા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. ચાલી આવનાર વિદ્યાર્થીઓએ પોતાના આઇડી કાર્ડ સાથે રાખવાના રહેશે. જરૂર પડે આઇડી કાર્ડ પણ તપાસવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles