અમદાવાદ : ચાંદખેડામાં એક યુવતીએ મુસ્લિમ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ કોચિંગ માટે એક વ્યક્તિનો સંપર્ક કરતા યુવકે એક્સ આર્મીમેન તરીકેની ઓળખ આપી મિત્રતા કરી અને લગ્નના વાયદા કરી દુષ્કર્મ ગુજાર્યું, અંતે યુવક પરિણિત નીકળતા ફાંડો ફૂટ્યો અને સમગ્ર હકીકત સામે આવી.
ફરિયાદ મુજબ મુળ મહેસાણાની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતી 29 વર્ષીય યુવતીએ નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી, ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે તેને રનીંગ માટેની પ્રેક્ટિસ કરવાની હોવાથી તેણે કોચ બાબતે સોશિયલ મિડીયા પર સર્ચ કર્યુ હતુ. ત્યારે બી.કે ખાન નામના શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ આરોપીએ તેને એક્સ આર્મીમેનની ઓળખ આપી હતી. તે બાદ યુવતીએ ટ્રેનિંગ શરૂ કરી હતી. તેવામાં મુસ્લિમ યુવક બી.કે.ખાને પોતે અપરણિત છે તેવુ જણાવ્યુ હતુ અને ટ્રેનિંગના બહાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ચાંદખેડામાં રહેતી 29 વર્ષીય યુવતી 2022માં નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ શારીરિક કસોટીની પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે રનીંગ માટે કોચની શોધ કરી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયાથી બી.કે ખાન (મિશન ફીટ ઇન્ડિયા)સંસ્થા ચલાવતા બી.કે ખાન સાથે સંપર્ક થયો હતો.જેની સાથે વાત કરતા આરોપીએ એક્સ આર્મીમેન હોવાની ઓળખ આપી હતી.