33.9 C
Gujarat
Sunday, April 20, 2025

ઐતિહાસિક ઘટના ચંદ્રયાન-3ના લેન્ડિંગને AMC 126 LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ દેખાડશે

Share

અમદાવાદ : ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શહેરમાં વિવિધ જગ્યાએ 126 LED સ્ક્રીન દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 LED સ્ક્રીનની મદદથી આવતીકાલે એટલે કે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. જે એક સરાહનીય પગલું છે. ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો AMCની LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નિહાળીને ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સાક્ષી બની શકશે.

ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડીંગના એક દિવસ પહેલા ISROએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ‘ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક’ (ISTRAC)માં સ્થિત ‘મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ’માં ઉત્સાહનું વાતાવરણ છે. ISROએ કહ્યું કે ‘ મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.

ISROએ જણાવ્યું કે, ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતીકાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે.

તમને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રશિયાનું LUNA 25 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરી શક્યું નથી, હવે પુરા વિશ્વની નજર ભારતીય સ્પેસ એજન્સી ઈસરોના ચાદ્રયાન 3 મિશન પર છે. હાલ ઈસરો દ્વારા તમામ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપે છે, અને લેન્ડર દ્વારા લેવામાં આવેલ તસ્વીરો તેમજ વિડીયો પણ શેર કરી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles