અમદાવાદ : ગુજરાત સરકાર અને ગુ.હા.બોર્ડની પબ્લિક હાઉસિંગ કોલોની રિડેવલપમેન્ટ પોલિસીને લઇ કેટલાક લોકો બજારમાં કેટલીક એવી વાતો કે ચર્ચાઓ જે નિયમ અને તર્કની એરણ પર વર્તમાન સમયમાં શકયતા ઓછી જણાય છે.જે ચર્ચાઓ અને તેને લઈને એક આગેવાનના મત મુજબ,સરકાર દ્વારા જે જમીન સંપાદન થયેલ હોય તે સમયની શરતો અને નિયમોનું પાલન થવું જાેઈએ તે ખૂબ જરૂરી છે.
1) 40 % થી વધુ કાર્પેટઃ કેટલાક લોકો આવી માંગણી કરે છે પણ જ્યાં સુધી મહત્તમ 40 % નો નિયમ પોલિસીમાં બદલાશે નહિ ત્યાં સુધી વધુ નહિ મળે અને કોઈ પણ વસ્તુની એક મર્યાદા તો નક્કી કરવી જ પડે જે સરકારે નક્કી કરી દીધેલ છે. જાે પોલીસીમાં ફેરફાર કરવો હોય તો સરકાર પોતે બદલી શકે, સ્થાનિક ચુંટાયેલ પ્રતિનિધીઓને રજુઆત કરવી જાેઈએ, જરૂર પડે તો આગેવાનોએ એકઠા થઈ ભૂતકાળની જેમ લડત લડવી જાેઈએ, પરંતુ એક આગેવાનના જણાવ્યા મુજબ, લોકોને પોલીસીમાં બદલાવ જાેઈએ છે પરંતુ બધાને ઘરમાં બેસીને જાેઈએ છે. બહાર નીકળવાની કે સમૂહના કામમાં સમય ખર્ચવાની તૈયારી નથી તેઓની,જેથી બદલાવ થાય તે શક્યતા દૂર દૂર સુધી દેખાતી નથી.
2) બિલ્ટ અપ એરિયાના 40 % : એ પણ નિયમ બહાર છે પોલિસીમાં કાર્પેટ એરિયા દર્શાવેલ છે તથા રેરા મુજબ પણ કાર્પેટ જ દર્શાવાય છે માટે નિયમોમાં બદલાવ કરાવવો પડે અને તે માટે ઉપર જણાવ્યા મુજબ સરકાર જ કરી શકે, સમુહમાં રજુઆત કરવી પડે, જરૂર જણાય તો લડત પણ આપવી પડે.
3) લેન્ડ લીઝ હોલ્ડ ટૂ લેન્ડ ફ્રી હોલ્ડ લાભઃ આ એક બહુ પેચીદો વિષય છે અને સરકાર ઇચ્છે ત્યારે થાય, બાકી વર્ષો નીકળી જાય. ગુજરાતમાં ફ્લેટ માટે હાલમાં આ વિકલ્પ નથી. જમીન સંપાદન ચેપ્ટર નિયમોને સમજીએ તો લેન્ડ લીઝ હોલ્ડ ટૂ લેન્ડ ફ્રી હોલ્ડ ખૂબ અઘરું છે.
4) સેલ્ફ રીડેવલપમેન્ટ અને 7 માળ : ઉત્તમ વિચાર છે પણ જમીનમાંથી ગુ.હા.બોર્ડ કે સરકારી સંસ્થા નું નામ દૂર કરાવવું પડે, અને તેના માટે લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ કરાવવું પડે અથવા નવી પોલિસી લાવવી પડે. જ્યાં સુધી ગુ.હા.બોર્ડનું નામ છે ત્યાં સુધી શક્ય નથી. તેમજ કેટલા માળ અને કેવી રીતે બને તે બધું એકવાર ગણતરી ફક્ત જાણવા માટે કરી રાખવી, હોંશ ઉડી જશે…
5) મકાનો ફિટ અને બરાબર છે માટે રિડેવલપમેન્રની જરૂર નથીઃ આ વિચાર દરેક ઘરે અલગ અલગ છે અને દરેકની જરૂરિયાત પણ અલગ અલગ છે, જાે કે ત્રીજે માળના કે ટોપ ફ્લોરના લોકોની હાલત મોટભાગે ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળેલ છે.રિડેવલપમેન્ટ આવવાનું હોય તેથી લોકો રિપેરીંગ પણ કરાવતા નથી.
6) પોતાની પસંદગીનો બિલ્ડર લાવવોઃ સારી શાખ વાળો અને સક્ષમ બિલ્ડર લાવવાની જગ્યાએ રહીશો પોતાના લાગતા વળગતા બિલ્ડર્સ શોધશે અને મૂંઝવણમાં ફસાય આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં, હાઉસીંગ સિવાયની ખાનગી સોસોયટીઓમાં એક આગેવાનના મત મુજબ, પોતાની પસંદગીનો બિલ્ડર લાવવા સોસાયટીઓમાં અંદરોઅંદર ડખા થાય છે, છેવટે રિડેવલપમેન્ટ ખોરંભે ચડે છે, જાે કે હાઉસીંગ કોલોનીઓમાં ઉપરના મુદ્દા 3 અને 4 સફળ થાય તો આ વિકલ્પ વિચારાય…
7) લીઝ ડીડ અને કોમર્શિયલ : આ પણ એટલો જટીલ મુદ્દો છે.કનવેયન્સ ડીડ, ગુ.હા.બોર્ડ એક્ટ, પ્રવર્તમાન જીડીસીઆર અને જમીન સંપાદન એક્ટ વાંચવા અને સમજવા એટલે સ્પષ્ટતા આવી શકે છે.બાકી સમૂહના વહીવટમાં સામૂહિક ખર્ચમાં ભાગ આપવામાં લોકો હિસ્સેદાર થતા નથી, કેટલીક જગ્યા એ તો લોકો માસિક મેન્ટનેન્સ વર્ષોથી આપતા નથી ત્યાં શક્યતા કેટલી? સ્વિપરનો પગાર વધારવામાં ભાગે આવતા મહિને 20 રૂપિયામાં લોકો ઝગડે છે ત્યાં ઘરના 2 કે 5 કે વધુ લાખ રૂપિયા કોણ કાઢશે અને કોની પર ભરોસો કરશે?
હાઉસિંગ આગેવાનના મત મુજબ, માની લો પ્રાઇવેટ જેવા લાભ મળે તો પણ નકારાત્મક લોકો તો એમાં પણ હશે કોણ બિલ્ડર લાવ્યું, તેને શું મળ્યું, હું રહી ગયો, મારો બિલ્ડર લાવું વગેરે વગેરે મુદ્દાઓ તો બધું મળે તો પણ ઊભા જ રહેવાના. આ મુદ્દાઓ પર ખાનગી અનેક સોસાયટીઓ આવી લટકેલ પડી છે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં.સરકાર વચ્ચે ના હોય અને કોઈ સોસાયટીમાં કોર્ટ કેસ થયો તો વર્ષો સુધી રહીશો પોતાના ભાડે જ રહેશે ને!
આજના સમયમાં પોતાના લાભ અને હક્ક માટે લોકોને રોડ ઉપર માથા ગણાવવા પણ નથી આવવું ત્યાં સમૂહના લાભની શક્યતા કેટલી?લોકોમાં જાગૃતિ ઘણી છે અને લોકોની મર્યાદાઓ પણ ઘણી છે. માટે શક્યતાઓ નહીવત છે. અસંભવ નથી પણ લોકો તૈયાર નથી સત્યાગ્રહ કરવા. સમય નથી, મારે શું, મને ઠપકો પડે, કોઈની નજરમાં આવી જવાય, મારા હોદ્દાનું શું, મોંઘવારીમાં કામ કરું કે સત્યાગ્રહ, એક દિવસ રજા પડે નહી, નુકશાન થાય નહિ, માથાકૂટ થાય કે માર પડે વગેરે વગેરે કારણો છે એકઠા નહિ થવાના.
અનેક નાના મોટા સંગઠનો બનશે પણ પોત પોતાના અહમ અને મુદ્દાઓ પકડી રાખશે. પણ એક નહિ થાય અને તેનો બીજાઓ અનેક રીતે લાભ ઉઠાવશે અને ભૂતકાળનું પુનરાવર્તન થતું જ રહેશે. વર્ષો પછી આપડે આજ વાતો દોહરાવતા રહીશું.
આ બધી પરિસ્થિતિમાં જે સોસાયટીના સભ્યો બહુમત સભ્યો રહીશોની જરૂરિયાત હોય તો કાયદા અને નિયમ મુજબ હાલની રિડેવલપમેન્ટ પોલીસીનો લાભ લેવો જાેઈએ. કોઈના કહ્યા માં કે ખોટા વાયદા કે આશ્વાશન માં આવી જતા પહેલા પોતાના પરિવાર અને ઘરની સુખાકારીનું વિચારજાે.