Sunday, August 2, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ટ્રકચાલકે એક્ટિવાચાલકને લીધો અડફેટે, એકનું મોત

spot_img
Share

અમદાવાદ : આજે રક્ષાબંધનના પર્વના દિવસે જ અમદાવાદમાં કરુણ ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકે એક્ટિવાચાલકને અડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માતમાં એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો, જેમાં એક્ટિવાચાલકની પત્ની પર ટ્રકનું ટાયર ફરી વળ્યું જેના પગલે તેનું ભર્યુ મોત થયું છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. ટ્રાફિક પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે.

તો બીજી તરફ પાટણના સમી-શંખેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત મિની ટ્રક અને કાર વચ્ચે થયો છે. અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા સર્જાયો અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી અનુસાર 3 યુવકો રાધનપુરના વતની હોવાનો ખુલાસો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...